ઇન્ડિયા ચિપ લિમિટેડના ખાતમુહૂર્ત સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 21st, 05:30 pm
આજે ભારત, વિકસિત થવાના લક્ષ્ય પર ખૂબ ઝડપથી કામ કરી રહ્યું છે. અને મેં લાલ કિલ્લા પરથી પણ કહ્યું છે- ભારત પાસે રોકાવાનો, થંભવાનો સમય નથી. વર્ષ 2026 ની શરૂઆતથી જ ભારતે પોતાની કદમતાલ વધુ તેજ કરી દીધી છે. 12 જાન્યુઆરીએ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગથી દેશના લાખો યુવાનો જોડાયા, 16 જાન્યુઆરીએ આપણે નેશનલ સ્ટાર્ટ અપ ડે મનાવ્યો, ભારતની સ્ટાર્ટ-અપ ક્રાંતિને નવી ઊર્જા આપી, જાન્યુઆરીમાં જ થયેલી ઈન્ડિયા એનર્જી સમિટમાં ભારતે પોતાના સામર્થ્યથી દુનિયાનું ધ્યાન ખેંચ્યું. પછી વિકસિત ભારતને નવી ગતિ આપનારું બજેટ આવ્યું અને હવે આ સપ્તાહ પણ ભારત માટે ઐતિહાસિક સિદ્ધ થઈ રહ્યું છે. ગ્લોબલ AI Impact સમિટમાં, દુનિયાના અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, ટેકનોલોજી જગતના દિગ્ગજો, તમામ દિલ્હીમાં એકઠા થયા હતા. આ સમિટમાં દુનિયાએ, ભારતના AI સામર્થ્યને જોયું, અમારા વિઝનને સમજ્યું અને પ્રશંસા કરી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉત્તર પ્રદેશમાં HCL-Foxconn સેમિકન્ડક્ટર યુનિટના ભૂમિપૂજન સમારોહમાં ભાગ લીધો
February 21st, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉત્તર પ્રદેશમાં HCL-Foxconn સેમિકન્ડક્ટર યુનિટના ભૂમિપૂજન સમારોહમાં ભાગ લીધો હતો. નવી દિલ્હીમાં યોજાયેલી ગ્લોબલ AI ઇમ્પેક્ટ સમિટના તુરંત બાદ, આ સમારોહ ભારતની વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ના દાયકાની ઉજવણી નિમિત્તે આપેલા સંબોધનનો મૂળપાઠ
January 16th, 01:30 pm
આજે આપણે સૌ એક ખૂબ જ ખાસ અવસર પર અહીં એકત્રિત થયા છીએ. ‘નેશનલ સ્ટાર્ટઅપ ડે’નો આ અવસર, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને ઇનોવેટર્સનો આ સમૂહ, હું મારી સામે નવા અને વિકસિત ભારતનું ભવિષ્ય જોઈ રહ્યો છું. હમણાં મને સ્ટાર્ટઅપની દુનિયાના કેટલાક લોકો સાથે, તેમની જે કેટલીક સિદ્ધિઓ હતી, તેમના જે પ્રયોગો હતા, તે જોવાની તક મળી, કેટલાક સાથીઓને સાંભળવાની તક મળી. એગ્રીકલ્ચરમાં કામ કરી રહેલા સ્ટાર્ટઅપ, ફિનટેક (Fintech), મોબિલિટીનું સેક્ટર, હેલ્થ અને સસ્ટેનેબિલિટીનું ફિલ્ડ, તમારા જે આઈડિયાઝ છે, તે માત્ર મને જ નહીં, દરેકને પ્રભાવિત કરનારા છે. પરંતુ મારા માટે જે મહત્વની વાત છે, તે તમારો આત્મવિશ્વાસ અને તમારી મહત્વાકાંક્ષાઓ (Ambitions), આ મને વધુ પ્રભાવશાળી લાગ્યા. આજથી 10 વર્ષ પહેલા, વિજ્ઞાન ભવનમાં, એક 500-700 નવયુવાનોની વચ્ચે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી, રિતેશ અહીં બેઠા છે, ત્યારે તેમની શરૂઆત હતી. અને તે સમયે સ્ટાર્ટઅપની દુનિયામાં જે નવા-નવા લોકો આવી રહ્યા હતા, તેમના અનુભવો હું સાંભળી રહ્યો હતો, અને મને યાદ છે કે એક દીકરી જે કોર્પોરેટ વર્લ્ડમાં પોતાની નોકરી છોડીને, સ્ટાર્ટઅપ તરફ જઈ રહી હતી. તો નોકરી છોડીને તે કોલકાતા પોતાની માતાને મળવા ગઈ અને માતાને કહ્યું કે મેં નોકરી છોડી દીધી છે, તો માતાએ કહ્યું, કેમ? આ બધું તેણે તે દિવસે વિજ્ઞાન ભવનમાં સંભળાવ્યું હતું, તો તેણે કહ્યું ના બસ હવે તો હું સ્ટાર્ટઅપ કરવા માંગુ છું, તો તેની માતાએ જે તેને કહ્યું, તે તેણે સંભળાવ્યું હતું, તેણે કહ્યું- સર્વનાશ, આ તું બરબાદીના રસ્તે કેમ જઈ રહી છે. સ્ટાર્ટઅપના સંબંધમાં આ વિચાર આપણા દેશમાં હતો અને આજે આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા, વિજ્ઞાન ભવનથી આજે ભારત મંડપમમાં જગ્યા નથી, અને મારું સૌભાગ્ય છે કે મને આ એક અઠવાડિયામાં જ દેશના નવયુવાનોને બીજી વાર મળવાની તક મળી રહી છે. હમણાં 12 જાન્યુઆરીએ યુવા દિવસ પર હું દેશભરમાંથી આવેલા લગભગ 3000 યુવકોને બે-અઢી કલાક સુધી સાંભળતો રહ્યો હતો અને તેમની સાથે બેઠો હતો. અને આજે મને આપ સૌને સાંભળવાનો અને મારા દેશના નવયુવાનોને, તેમની શક્તિના દર્શન કરવાનો મને અવસર મળ્યો છે.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસની શુભેચ્છાઓ પાઠવી, સ્ટાર્ટઅપ ઇન્ડિયાની 10મી વર્ષગાંઠ પર અભિનંદન આપ્યા
January 16th, 09:28 am
રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટઅપ જગત સાથે સંકળાયેલા તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી. આ વર્ષની ઉજવણીનું વિશેષ મહત્વ છે કારણ કે તે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલની શરૂઆતની દસમી વર્ષગાંઠ છે.રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ પર, પ્રધાનમંત્રી 16 જાન્યુઆરીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયાના એક દાયકા પૂર્ણ થવાના પ્રસંગે એક કાર્યક્રમમાં ભાગ લેશે
January 15th, 09:00 am
રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરી, 2026ના રોજ બપોરે 1 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલની એક દાયકાની ઉજવણીના ભાગરૂપે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે.