બિહારના મધુબનીમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ કાર્યક્રમ અને વિકાસ કાર્યોના શુભારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 24th, 12:00 pm
મારું ભાષણ શરૂ કરતા પહેલા, હું તમને બધાને એક વિનંતી કરવા માંગુ છું; તમે જ્યાં પણ હોવ, તમારે તમારી જગ્યાએ બેસીને, ઊભા થવાની જરૂર નથી, આપણે પોતપોતાના સ્થાને બેસીને જ 22મી તારીખે ગુમાવેલા આપણા પરિવારજનોને શ્રદ્ધાંજલિ આપીએ, થોડી ક્ષણો માટે આપણા સ્થાને બેસીને, મૌન વ્રત કરીને અને આપણા ભગવાનનું સ્મરણ કરીને, આપણે બધાને શ્રદ્ધાંજલિ આપીશું, ત્યારબાદ હું આજે મારું ભાષણ શરૂ કરીશ.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે બિહારના મધુબનીમાં રૂ. 13,480 કરોડથી વધારેનાં વિકાસ કાર્યોનો શુભારંભ કરાવ્યો
April 24th, 11:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસનાં પ્રસંગે બિહારનાં મધુબનીમાં રૂ. 13,480 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન, શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં દરેકને 22 એપ્રિલ, 2025ના રોજ પહેલગામ હુમલામાં દિવંગત આત્માઓ માટે મૌન પાળવા અને પ્રાર્થના કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, પંચાયતી રાજ દિવસનાં પ્રસંગે સમગ્ર દેશ મિથિલા અને બિહાર સાથે જોડાયેલો છે. તેમણે નોંધ્યું હતું કે, બિહારનાં વિકાસને ધ્યાનમાં રાખીને હજારો કરોડ રૂપિયાની કિંમતનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્ય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વીજળી, રેલવે અને માળખાગત સુવિધામાં આ પહેલોથી બિહારમાં રોજગારીની નવી તકોનું સર્જન થશે. તેમણે મહાન કવિ અને રાષ્ટ્રીય પ્રતિક રામધારી સિંહ દિનકરજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.