પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય હાથશાળ દિવસ પર રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી
August 07th, 11:14 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી હતી અને ભારતની સમૃદ્ધ અને જીવંત હાથશાળ વિરાસતની ઉજવણી કરી હતી. તેમણે દેશના વણકરો અને કારીગરોના કૌશલ્ય, સર્જનાત્મકતા અને સમર્પણને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, અને નોંધ્યું હતું કે પેઢીઓથી તેઓએ તેમની કારીગરી દ્વારા ભારતની કાલાતીત પરંપરાઓને જાળવી રાખી છે અને સમૃદ્ધ બનાવી છે.પ્રધાનમંત્રીએ લોકોને ભારતના સમૃદ્ધ હાથવણાટ વારસાનું પ્રદર્શન કરીને રાષ્ટ્રીય હાથવણાટ દિવસની ઉજવણી કરવા હાકલ કરી
August 06th, 10:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને ભારતની સમૃદ્ધ અને વૈવિધ્યસભર હાથવણાટ પરંપરાઓને પ્રોત્સાહન આપીને 7 ઓગસ્ટના રોજ 'રાષ્ટ્રીય હાથવણાટ દિવસ' ઉજવવાની અપીલ કરી છે.પ્રધાનમંત્રી મોદીએ મન કી બાતમાં ભારતની સંરક્ષણ ક્ષમતા, નવીનતા અને સામૂહિક પ્રયાસો પર ભાર મૂક્યો
July 26th, 11:30 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું. તેમના સંબોધનમાં, તેમણે કારગીલ વિજય દિવસ, કૅચ ધ રેન અભિયાન, અવકાશ ક્ષેત્રમાં ભારતનું સામર્થ્ય, સાયન્સ ઓલિમ્પિયાડ્સ, પર્યાવરણ સંરક્ષણ, ખાદી જેવા મહત્વપૂર્ણ વિષયો પર ભાર મૂક્યો. તેમણે નાગરિકોને MyGov દ્વારા સ્વતંત્રતા દિવસ માટે તેમના વિચારો અને સૂચનો રજૂ કરવા આહ્વાન કર્યું.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય હાથશાળ દિવસની શુભેચ્છાઓ પાઠવી
August 07th, 03:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. શ્રી મોદીએ કહ્યું કે આજનો દિવસ આપણી સમૃદ્ધ વણાટ પરંપરાઓની ઉજવણી કરવાનો છે, જે આપણા લોકોની સર્જનાત્મકતા દર્શાવે છે. આપણને ભારતની હાથશાળ વિવિધતા અને આજીવિકા અને સમૃદ્ધિને આગળ વધારવામાં તેની ભૂમિકા પર ગર્વ છે, તેમણે વધુમાં ઉમેર્યું.નવી દિલ્હીમાં એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 07th, 09:20 am
મારા કેબિનેટમાં સાથી શિવરાજ સિંહ ચૌહાણજી, એમ.એસ. સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશનના અધ્યક્ષ ડૉ. સૌમ્ય સ્વામીનાથનજી, નીતિ આયોગના સભ્ય ડૉ. રમેશચંદજી, હું જોઉં છું કે સ્વામીનાથનજીના પરિવારના દરેક વ્યક્તિ પણ અહીં હાજર છે, હું તેમને પણ નમન કરું છું. સૌ વૈજ્ઞાનિકો, અન્ય મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કર્યું
August 07th, 09:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ICAR પુસા ખાતે એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન અને સંબોધન કર્યું હતું. પ્રોફેસર એમ.એસ. સ્વામીનાથનને શ્રદ્ધાંજલિ આપતા પ્રધાનમંત્રીએ તેમને એક સ્વપ્નદ્રષ્ટા તરીકે વર્ણવ્યા જેમના યોગદાન કોઈપણ યુગને પાર કરે છે. તેમણે વધુમાં કહ્યું કે પ્રોફેસર સ્વામીનાથન એક મહાન વૈજ્ઞાનિક હતા. જેમણે વિજ્ઞાનને જાહેર સેવાના માધ્યમમાં પરિવર્તિત કર્યું હતું. શ્રી મોદીએ ભાર મૂક્યો કે પ્રોફેસર સ્વામીનાથને રાષ્ટ્રની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમણે કહ્યું કે પ્રોફેસર સ્વામીનાથને એક એવી ચેતના જાગૃત કરી જે આવનારી સદીઓ સુધી ભારતની નીતિઓ અને પ્રાથમિકતાઓનું માર્ગદર્શન કરતી રહેશે. તેમણે સ્વામીનાથન જન્મ શતાબ્દી ઉજવણી નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.2047 માં વિકસિત ભારતનો માર્ગ આત્મનિર્ભરતામાંથી પસાર થાય છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
July 27th, 11:30 am
'મન કી બાત'માં ફરી એક વાર વાત થશે દેશની સફળતાઓની, દેશવાસીઓની ઉપલબ્ધિઓની. છેલ્લાં કેટલાંક સપ્તાહમાં, સ્પૉર્ટ્સ હોય, સાયન્સ હોય કે સંસ્કૃતિ, ઘણું બધું એવું થયું જેના પર દરેક ભારતવાસીને ગર્વ છે. હમણાં જ શુભાંશુ શુક્લના અંતરિક્ષથી પુનરાગમન અંગે દેશમાં ઘણી ચર્ચા થઈ. જેવા શુભાંશુ ધરતી પર સુરક્ષિત ઉતર્યા, લોકો ઊછળી પડ્યા, પ્રત્યેકના મનમાં ખુશીની લહેર દોડી ગઈ. આખો દેશ ગર્વથી છલોછલ થઈ ગયો. મને યાદ છે, જ્યારે ઑગસ્ટ 2023માં ચંદ્રયાન-3નું સફળ ઉતરાણ થયું હતું ત્યારે દેશમાં એક નવું વાતાવરણ બન્યું હતું. સાયન્સ માટે, સ્પેસ માટે બાળકોમાં એક નવી જિજ્ઞાસા પણ જાગી. હવે નાનાં-નાનાં બાળકો પણ કહે છે, અમે પણ સ્પેસમાં જઈશું, અમે પણ ચંદ્ર પર ઉતરીશું- સ્પેસ સાયન્ટિસ્ટ બનીશું.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની શુભેચ્છા પાઠવી
August 07th, 10:14 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે. ભારતીય કારીગરોના પ્રયાસોની પ્રશંસા કરતી વખતે, તેમણે 'વૉકલ ફોર લોકલ' પહેલ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.'હર ઘર તિરંગા અભિયાન' ત્રિરંગાની ગરિમાને જાળવી રાખવા માટે એક અનોખો તહેવાર બની ગયો છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
July 28th, 11:30 am
સાથીઓ, રમતગમતની દુનિયાના આ ઑલિમ્પિકથી અલગ, કેટલાક દિવસ પહેલાં ગણિતની દુનિયામાં પણ એક ઑલિમ્પિક થઈ છે. International Mathematics Olympiad. આ ઑલિમ્પિયાડમાં ભારતના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેમાં આપણી ટીમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ચાર સુવર્ણ ચંદ્રક અને એક રજત ચંદ્રક જીત્યા છે. ઇન્ટરનેશનલ મેથ્સ ઑલિમ્પિયાડમાં 100થી વધુ દેશોના યુવાનો ભાગ લે છે અને કુલ ચંદ્રકોની સૂચિમાં આપણી ટીમ ટોચના પાંચ દેશોમાં આવવામાં સફળ રહી છે. દેશનું નામ ઉજાળનારા આ વિદ્યાર્થીઓનાં નામ છે- પૂણેમાં રહેતા આદિત્ય વેંકટ ગણેશ, પૂણેના જ સિદ્ધાર્થ ચોપડા, દિલ્લીના અર્જુન ગુપ્તા, ગ્રેટર નોએડાના કનવ તલવાર, મુંબઈના રુશીલ માથુર અને ગુવાહાટીના આનંદો ભાદુરી.રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
August 07th, 04:16 pm
થોડા દિવસો પહેલાં જ ભારત મંડપમનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આપનામાંથી ઘણાં લોકો પહેલાં પણ અહીં આવતા હતા અને તંબુઓમાં તમારી દુનિયા ઉભી કરતા હતા. હવે આજે તમે અહીં બદલાયેલ દેશ જોયો જ હશે. અને આજે આપણે આ ભારત મંડપમમાં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ - રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. ભારત મંડપમની આ ભવ્યતામાં પણ ભારતના હાથશાળ ઉદ્યોગની મહત્વની ભૂમિકા છે. પ્રાચીનનો અર્વાચીન સાથેનો આ સંગમ જ આજના ભારતને પરિભાષિત કરે છે. આજનું ભારત માત્ર લોકલ પ્રત્યે વોકલ જ નથી રહ્યું, પરંતુ તેને ગ્લોબલ બનાવવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ પણ પૂરું પાડી રહ્યું છે. થોડી વાર પહેલાં, કેટલાક વણકર સાથીએ જોડે મને વાતચીત કરવાની તક મળી હતી. દેશભરના ઘણાં હેન્ડલૂમ ક્લસ્ટરોમાંથી દૂર દૂરથી આપણા વણકર ભાઇઓ અને બહેનો આપણી સાથે જોડાવા માટે અહીં આવ્યા છે. હું આ ભવ્ય સમારંભમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, હું આપ સૌને અભિનંદન કરું છું.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં નેશનલ હૅન્ડલૂમ ડે ઉજવણીને સંબોધન કર્યું
August 07th, 12:30 pm
અત્રે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, ભારત મંડપમ્નો ઉદ્ઘાટન સમારંભ થયો તે અગાઉ પ્રગતિ મેદાનમાં આયોજિત એક પ્રદર્શનમાં પ્રદર્શકો કેવી રીતે તંબુમાં તેમનાં ઉત્પાદનોનું પ્રદર્શન કરતા હતા. ભારત મંડપમ્ની ભવ્યતામાં પ્રધાનમંત્રીએ ભારતના હાથવણાટનાં ઉદ્યોગનાં પ્રદાન પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, જૂના અને નવાના સંગમથી હાલનાં નવા ભારતને પરિભાષિત કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, આજનું ભારત માત્ર 'વોકલ ફોર લોકલ' જ નથી, પરંતુ તેને વિશ્વ સુધી લઈ જવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ પણ પ્રદાન કરે છે. આજના કાર્યક્રમની શરૂઆત અગાઉ વણકરો સાથે તેમની વાતચીત પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ આજની ભવ્ય ઉજવણીમાં દેશભરમાંથી વિવિધ હૅન્ડલૂમ ક્લસ્ટર્સની હાજરીની નોંધ લીધી હતી અને તેમને આવકાર્યા હતા.27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 508 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટે શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
August 06th, 11:30 am
નમસ્કાર, દેશના રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, આ કાર્યક્રમમાં દેશના ખૂણેખૂણેથી જોડાયેલા કેન્દ્રીય મંત્રીમંડળના અન્ય સભ્યો, વિવિધ રાજ્યોના રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ, રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય તમામ મહાનુભાવો, અને મારાં પ્રિય ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં 508 રેલવે સ્ટેશનોનાં નવીનીકરણ માટે શિલાન્યાસ કર્યો
August 06th, 11:05 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક ઐતિહાસિક પગલાં સ્વરૂપે આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સમગ્ર દેશમાં 508 રેલવે સ્ટેશનોના નવીનીકરણ માટે શિલાન્યાસ કર્યો હતો. રૂ. 24,470 કરોડથી વધારે ખર્ચે નવીનીકરણ થનારાં આ 508 સ્ટેશનો 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા છે, જેમાં ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં 55-55, બિહારમાં 49, મહારાષ્ટ્રમાં 44, પશ્ચિમ બંગાળમાં 37, મધ્યપ્રદેશમાં 34, અસમમાં 32, ઓડિશામાં 25, પંજાબમાં 22, ગુજરાત અને તેલંગાણામાં 21-21, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં 18-18, હરિયાણામાં 15, કર્ણાટકમાં 13 સામેલ છે.પ્રધાનમંત્રી શ્રી 7મી ઓગસ્ટે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણીમાં ભાગ લેશે
August 05th, 10:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7મી ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યે ભારત મંડપમ, પ્રગતિ મેદાન, દિલ્હી ખાતે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણીમાં ભાગ લેશે.પ્રધાનમંત્રીશ્રીએ રાષ્ટ્રીય હાથશાળ દિવસના અવસરે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા માટે સન્માન વ્યક્ત કર્યુ
August 07th, 02:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને ભારતની કલાત્મક પરંપરાઓની ઉજવણી માટે કામ કરનારા તમામ પ્રત્યે સન્માન વ્યક્ત કર્યુ. પ્રધાનમંત્રીએ સ્ટાર્ટઅપ્સની દુનિયા સાથે સંકળાયેલા તમામ યુવાનોને હેન્ડલૂમ સ્ટાર્ટઅપ ગ્રાન્ડ ચેલેન્જમાં ભાગ લેવા વિનંતી પણ કરી હતી.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે સ્થાનિક હેન્ડલૂમ પ્રોડક્ટ્સને સમર્થન આપવા હાકલ કરી
August 07th, 01:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે હેન્ડલૂમ્સ ભારતની વિવિધતા અને અસંખ્ય વણકરો અને કારીગરોની કુશળતા દર્શાવે છે અને સ્થાનિક હેન્ડલૂમ પ્રોડક્ટ્સને ટેકો આપવા હાકલ કરી છે.પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના મધ્ય પ્રદેશના લાભાર્થીઓ સાથે પરામર્શ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 07th, 10:55 am
મધ્ય પ્રદેશના રાજયપાલ અને મારા ખૂબ જૂના પરિચિત શ્રી મંગુભાઈ પટેલ કે જેમણે પોતાનું સમગ્ર જીવન આદિવાસીઓના કલ્યાણ માટે અને જનજાતિ સમુદાયના ઉત્કર્ષ માટે વિતાવી દીધુ છે એવા મધ્ય પ્રદેશના રાજયપાલ શ્રીમાન મંગુભાઈ, મુખ્યમંત્રી શ્રીમાન શિવરાજ સિંહ, રાજય સરકારના અન્ય તમામ મંત્રીગણ, સંસદગણ, ધારાસભ્ય સાથીઓ, અને મધ્ય પ્રદેશના અલગ અલગ ભાગમાંથી જોડાયેલા મારા તમામ બહેનો અને ભાઈઓ!પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો
August 07th, 10:54 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મધ્યપ્રદેશના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આયોજના અંગે લોકોમાં વધુને વધુ જાગૃતિ ફેલાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેથી રાજ્યમાંપાત્રતા ધરાવતી એકપણ વ્યક્તિ તેના લાભથી વંચિત ના રહી જાય. રાજ્ય દ્વારા7 ઑગસ્ટ 2021ના દિવસને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મધ્યપ્રદેશમાંઅંદાજે 5 કરોડ લાભાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી રહ્યાં છે.'મન કી બાત'માં સકારાત્મકતા અને સંવેદનશીલતા છે. તેમાં એક સંગ્રહ છે :- વડાપ્રધાન મોદી
July 25th, 09:44 am
બે દિવસ પહેલાં જ કેટલીક અદ્ભૂત તસવીરો, કેટલીક યાદગાર પળો, હજુ પણ મારી આંખોની સામે છે. આથી આ વખતે ‘મન કી બાત’ની શરૂઆત એ જ પળોથી કરીએ છીએ. ટૉક્યો ઑલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓને તિરંગો લઈને ચાલતા જોઈને હું જ નહીં, સમગ્ર દેશ રોમાંચિત થઈ ગયો. સમગ્ર દેશે જાણે કે એક થઈને પોતાના આ યૌદ્ધાઓને કહ્યું,PM’s message on National Handloom Day
August 07th, 12:18 pm
On National Handloom Day, we salute all those associated with our vibrant handloom and handicrafts sector.