પ્રધાનમંત્રી 31 મેના રોજ મધ્યપ્રદેશની મુલાકાત લેશે
May 30th, 11:15 am
પ્રધાનમંત્રી લોકમાતા દેવી અહિલ્યાબાઈ મહિલા સશક્તિકરણ મહા સંમેલનમાં હાજરી આપશે. તેઓ લોકમાતા દેવી અહિલ્યાબાઈને સમર્પિત એક સ્મારક ટપાલ ટિકિટ અને એક ખાસ સિક્કો પણ બહાર પાડશે. 300 રૂપિયાના સિક્કામાં અહિલ્યાબાઈ હોલકરનું ચિત્ર હશે. પ્રધાનમંત્રી આદિવાસી, લોક અને પરંપરાગત કલામાં યોગદાન બદલ મહિલા કલાકારને રાષ્ટ્રીય દેવી અહિલ્યાબાઈ પુરસ્કાર પણ અર્પણ કરશે.