વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 2025 માટે ભવ્ય શરૂઆત: માત્ર 15 દિવસમાં વિઝનને વાસ્તવિકતામાં ફેરવવું

January 16th, 02:18 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2025 ની શરૂઆત અનેક પરિવર્તનકારી પહેલો સાથે કરી છે જે પ્રગતિશીલ, આત્મનિર્ભર અને અખંડ ભારત માટેના તેમના વિઝનને પ્રતિબિંબિત કરે છે. માળખાગત સુવિધાઓ અને વૈજ્ઞાનિક સંશોધનને આગળ વધારવાથી લઈને યુવાનોને સશક્તિકરણ કરવા અને ભારતની સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી કરવા સુધી, તેમના નેતૃત્વએ આગામી એક નોંધપાત્ર વર્ષ માટે સૂર સેટ કર્યો છે.

વિવિધ રેલ્વે પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 06th, 01:00 pm

તેલંગાણાના રાજ્યપાલ શ્રી જિષ્ણુ દેવ વર્માજી, ઓડિશાના રાજ્યપાલ શ્રી હરિ બાબુજી, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાજી, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી શ્રી ઓમર અબ્દુલ્લાજી, તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી રેવંત રેડ્ડીજી, ઓડિશાના મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માંઝીજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી અશ્વિની વૈષ્ણવજી, જી કિશન રેડ્ડીજી, ડો. જીતેન્દ્ર સિંહજી, વી સોમૈયાજી, રવનીત સિંહ બિટ્ટુજી, બંદી સંજય કુમારજી, અન્ય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિવિધ રેલવે પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા

January 06th, 12:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિવિધ રેલવે પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ નવા જમ્મુ રેલવે ડિવિઝનનું ઉદઘાટન કર્યું હતું. તેમણે ઇસ્ટ કોસ્ટ રેલવેનાં રાયગડા રેલવે ડિવિઝન બિલ્ડિંગનો શિલાન્યાસ પણ કર્યો હતો અને તેલંગાણામાં ચરલાપલ્લી ન્યૂ ટર્મિનલ સ્ટેશનનું ઉદઘાટન કર્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં રૂ. 12,200 કરોડથી વધારેની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા

January 05th, 12:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં રૂ. 12,200 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. પ્રોજેક્ટ્સનું મુખ્ય લક્ષ્ય પ્રાદેશિક કનેક્ટિવિટી વધારવાનું અને મુસાફરીની સરળતા સુનિશ્ચિત કરવાનું છે. પ્રધાનમંત્રીએ સાહિબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યૂ અશોક નગર આરઆરટીએસ સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનમાં સવારી પણ કરી હતી.

પ્રધાનમંત્રી 5 જાન્યુઆરીનાં રોજ દિલ્હીમાં રૂ. 12,200 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે

January 04th, 05:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 જાન્યુઆરીનાં રોજ બપોરે 12:15 વાગ્યે દિલ્હીમાં આશરે 12,200 કરોડ રૂપિયાથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી સવારે 11.15 વાગે નમો ભારત ટ્રેનમાં સાહિબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યૂ અશોક નગર આરઆરટીએસ સ્ટેશન સુધીની સફર પણ કરશે.