પ્રધાનમંત્રીએ મેઘાલયના પૂર્વ રાજ્યપાલ શ્રી એમ એમ જેકોબના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું
July 08th, 02:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મેઘાલયના પૂર્વ રાજ્યપાલ શ્રી એમ એમ જેકોબના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.પ્રધાનમંત્રીએ કહ્યું કે, “મેઘાલયના પૂર્વ રાજ્યપાલ શ્રી એમ એમ જેકોબના નિધન પર દુઃખ થયું. એમણે એક સાંસદ, મંત્રી અને રાજ્યપાલ તરીકે રાષ્ટ્રને ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે. એમણે કેરળના વિકાસ માટે વ્યાપક કાર્યો કર્યા છે. દુઃખની આ ઘડીઓમાં મારી સંવેદનાઓ એમના પરિવારજનો અને શુભેચ્છકો સાથે છે.”