પ્રધાનમંત્રી 8-9 ઓક્ટોબરે મહારાષ્ટ્રની મુલાકાત લેશે

October 07th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8-9 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્રની મુલાકાતે આવશે. પ્રધાનમંત્રી નવી મુંબઈ પહોંચશે અને લગભગ બપોરે 3 વાગ્યે નવનિર્મિત નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ, લગભગ બપોરે 3:30 વાગ્યે, પ્રધાનમંત્રી નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને મુંબઈમાં વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને સમર્પિત કરશે. આ પ્રસંગે તેઓ સભાને સંબોધિત કરશે.