ઉત્તરાખંડના હર્ષિલ ખાતે શિયાળુ પ્રવાસન કાર્યક્રમને સંબોધન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 06th, 02:07 pm

અહીંના ઉર્જાવાન મુખ્યમંત્રી, મારા નાના ભાઈ પુષ્કર સિંહ ધામીજી, કેન્દ્રીય મંત્રી શ્રી અજય ટમ્ટાજી, રાજ્યમંત્રી સતપાલ મહારાજજી, સંસદમાં મારા સાથી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટજી, સંસદમાં મારા સાથી માલા રાજ્યલક્ષ્મીજી, ધારાસભ્ય સુરેશ ચૌહાણજી, બધા મહાનુભાવો, ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડનાં હર્ષિલમાં શિયાળુ પ્રવાસન કાર્યક્રમને સંબોધન કર્યું

March 06th, 11:17 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડનાં હર્ષિલમાં એક ટ્રેક અને બાઇક રેલીને લીલી ઝંડી બતાવ્યા પછી વિન્ટર ટૂરિઝમ પ્રોગ્રામમાં સહભાગી થયા હતા. તેમણે મુખવામાં મા ગંગાની શિયાળુ નિવાસ સ્થાન પર પૂજા અને દર્શન પણ કર્યા હતા. જનમેદનીને સંબોધતા તેમણે માના ગામની ગમખ્વાર ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દેશનાં લોકો કટોકટીના આ સમયમાં એક સાથે ઊભા છે, જેણે અસરગ્રસ્ત પરિવારોને અપાર શક્તિ પ્રદાન કરી છે.

પ્રધાનમંત્રી 6 માર્ચે ઉત્તરાખંડની મુલાકાતે

March 05th, 11:18 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 માર્ચે ઉત્તરાખંડની મુલાકાત લેશે. સવારે લગભગ 9:30 વાગ્યે તેઓ મુખવામાં મા ગંગાના શિયાળુ નિવાસ સ્થાન પર પૂજા-અર્ચના અને દર્શન કરશે. લગભગ 10:40 વાગ્યે તેઓ એક ટ્રેક અને બાઇક રેલીને લીલી ઝંડી આપશે અને હરસિલમાં એક જાહેર કાર્યક્રમમાં સભાને સંબોધિત કરશે.