હૈદરાબાદમાં વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા સફ્રાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા સુવિધાના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 26th, 10:10 am

મારી પાસે સમય મર્યાદિત છે, કારણ કે મારે સંસદમાં હાજરી આપવાની છે અને રાષ્ટ્રપતિનો એક કાર્યક્રમ છે, તેથી હું લાંબી વાત કરીશ નહીં, પરંતુ કેટલીક ખાસ વાત કરી હું મારી વાત પુરી કરીશ. આજથી, ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર આગળ વધવાનું છે. આ નવી સફ્રાન સુવિધા ભારતને વૈશ્વિક MRO હબ તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે. આ MRO સુવિધા હાઇ-ટેક એરોસ્પેસ વિશ્વમાં યુવાનો માટે નવી તકો પણ ઊભી કરશે. હું આપ સૌ, અને હમણાં 24 નવેમ્બરના રોજ સફ્રાન બોર્ડ અને મેનેજમેન્ટને મળ્યો હતો. હું તેમને પહેલા પણ મળ્યો છું, અને દરેક ચર્ચામાં, મેં ભારત પ્રત્યેનો તેમનો આત્મવિશ્વાસ અને આશાવાદ જોયો છે. મને આશા છે કે ભારતમાં સફ્રાનનું રોકાણ પણ આજ ગતિએ ચાલુ રહેશે. આજે, હું ટીમ સફ્રાનને આ સુવિધા માટે મારી શુભેચ્છાઓ પાઠવું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં સફ્રાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા (SAESI) સુવિધાનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું

November 26th, 10:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર GMR એરોસ્પેસ અને ઇન્ડસ્ટ્રિયલ પાર્ક - SEZમાં સ્થિત Safran Aircraft Engine Services India (SAESI) સુવિધાનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું. આ અવસર પર પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું, આજથી, ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર એક નવી છલાંગ લગાવી રહ્યું છે. સફ્રાનની નવી સુવિધા ભારતને વૈશ્વિક જાળવણી, સમારકામ અને ઓવરહોલ (MRO) હબ તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આ MRO સુવિધા હાઇ-ટેક એરોસ્પેસ ક્ષેત્રમાં યુવાનો માટે નવી તકો પણ ઉભી કરશે. તેમણે યાદ કર્યું કે તેઓ 24 નવેમ્બરના રોજ સફ્રાન બોર્ડ અને મેનેજમેન્ટને મળ્યા હતા અને કહ્યું કે અગાઉની દરેક વાતચીતમાં, તેમણે ભારત પ્રત્યે તેમનો વિશ્વાસ અને આશાવાદ જોયો હતો. તેમણે આશા વ્યક્ત કરી કે ભારતમાં સફ્રાનનું રોકાણ આ ગતિએ ચાલુ રહેશે. શુભેચ્છાઓ પાઠવતા, પ્રધાનમંત્રીએ ટીમ સફ્રાન ને આ નવી સુવિધા માટે અભિનંદન આપ્યા.