પ્રધાનમંત્રીની સાઉદી અરેબિયાની સત્તાવાર મુલાકાતનાં સમાપન પ્રસંગે સંયુક્ત નિવેદન

April 23rd, 12:44 pm

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને સાઉદી અરેબિયાના પ્રધાનમંત્રી મહામહિમ રાજકુમાર મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલઅઝીઝ અલ સઉદના આમંત્રણ પર પ્રજાસત્તાક ભારતનાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 22 એપ્રિલ, 2025નાં રોજ સાઉદી અરેબિયાની સત્તાવાર મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રીએ સાઉદી અરેબિયાના મહામહિમ ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી અને ભારત-સાઉદી અરેબિયા વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની સહ-અધ્યક્ષતા કરી

April 23rd, 02:20 am

પ્રધાનમંત્રી અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી મહામહિમ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને સત્તાવાર વાટાઘાટો કરી અને ભારત-સાઉદી અરેબિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલ (SPC) ની બીજી બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી. એચઆરએચ ક્રાઉન પ્રિન્સે પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાની સખત નિંદા કરી અને જીવ ગુમાવનારા નિર્દોષ લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ આતંકવાદ સામે સંપૂર્ણ તાકાતથી લડવાનો સંકલ્પ કર્યો હતો.

સાઉદી અરેબિયાની મુલાકાતની પૂર્વસંધ્યાએ પ્રધાનમંત્રીનું નિવેદન

April 22nd, 08:30 am

આજે, હું સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી હિઝ રોયલ હાઇનેસ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર બે દિવસની રાજકીય મુલાકતે જઈ રહ્યો છું.

વડાપ્રધાન મોદી 22-23 એપ્રિલ, 2025 દરમિયાન સાઉદી અરેબિયાની મુલાકાત લેશે

April 19th, 01:55 pm

વડાપ્રધાન મોદી મહામહિમ રાજકુમાર મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર સાઉદી અરેબિયાની મુલાકાત લેશે. ભારત અને સાઉદી અરેબિયા ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. આ મુલાકાત આપણી બહુપક્ષીય ભાગીદારીને વધુ ગાઢ અને મજબૂત બનાવવાની તક પૂરી પાડશે, તેમજ પરસ્પર હિતના વિવિધ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પીએમ સાથે ટેલિફોન પર વાતચીત કરી

June 08th, 10:07 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ક્રાઉન પ્રિન્સ અને સાઉદી અરેબિયાના પીએમ, મહામહિમ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને સાઉદી અરબના શાહી મહામહિમ ક્રાઉન પ્રિન્સ બિન સલમાન બિન અબ્દુલઅઝીઝ અલ સઉદી સાથે ટેલિફોનિક સંવાદ થયો

March 10th, 07:01 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ, શાહી મહામહિમ મોહમ્મદ બિન સલમાન સાથે ટેલીફોન પર વાતચીત કરી.

Prime Minister's Telephone Conversation with Crown Prince Mohd. Bin Salman of Saudi Arabia

March 17th, 09:31 pm

PM Narendra Modi had a telephone conversation today with the Crown Prince of the Kingdom of Saudi Arabia, His Highness Mohammed bin Salman. The two leaders discussed the global situation regarding the COVID – 19 pandemic.