મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા
April 23rd, 02:23 am
મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવ શેખ ડૉ. મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઈસાએ આજે જેદ્દાહમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાની કડક નિંદા કરી અને આ ઘટનામાં માર્યા ગયેલા નિર્દોષ લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.