પ્રધાનમંત્રીએ ભારત દ્વારા સહાયતા પ્રાપ્ત રેલ માળખાગત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું

April 06th, 12:09 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ અનુરા કુમારા દિસાનાયક સાથે અનુરાધાપુરામાં ભારતીય સહાયથી બનેલા બે રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને લોન્ચિંગ સમારોહમાં ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રીએ જયા શ્રી મહાબોધિ મંદિરની મુલાકાત લીધી

April 06th, 11:24 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ અનુરા કુમારા દિસાનાયક સાથે, અનુરાધાપુરામાં પવિત્ર જયા શ્રી મહાબોધિ મંદિરની મુલાકાત લીધી અને પૂજનીય મહાબોધિ વૃક્ષ પર પ્રાર્થના કરી.

શ્રીલંકાના ભારતીય મૂળના તમિલ નેતાઓએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

April 05th, 10:59 pm

શ્રીલંકાના ભારતીય મૂળના તમિલ (IOT) ના નેતાઓ આજે કોલંબોમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા. શ્રી મોદીએ જાહેરાત કરી કે ભારત શ્રીલંકા સરકારના સહયોગથી IOT માટે 10,000 ઘરો, આરોગ્ય સુવિધાઓ, પવિત્ર સ્થળ સીતા એલિયા મંદિર અને અન્ય સમુદાય વિકાસ પ્રોજેક્ટ્સના નિર્માણને સમર્થન આપશે.

પ્રધાનમંત્રી શ્રીલંકાના તમિલ સમુદાયના નેતાઓને મળ્યા

April 05th, 10:48 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે કોલંબોમાં શ્રીલંકાના તમિલ સમુદાયના નેતાઓને મળ્યા. મુલાકાત દરમિયાન, તેમણે આદરણીય તમિલ નેતાઓ, થિરુ આર. સંપન્થન અને થિરુ માવઈ સેનાથિરાજાહના નિધન પર શોક વ્યક્ત કર્યો.

પ્રધાનમંત્રી શ્રીલંકાના વિપક્ષના નેતાને મળ્યા

April 05th, 10:34 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે કોલંબોમાં શ્રીલંકાના વિપક્ષના નેતા શ્રી સજીત પ્રેમદાસાને મળ્યા.

1996ની શ્રીલંકન ક્રિકેટ ટીમ સાથે પ્રધાનમંત્રીની ખાસ વાતચીતનો મૂળપાઠ

April 05th, 10:25 pm

મને ખુશી છે કે મને તમને બધાને મળવાની તક મળી અને મને લાગે છે કે તમારી ટીમ એવી છે કે આજે પણ ભારતના લોકો તેને યાદ કરે છે. લોકો એ સમય ભૂલ્યા નથી જ્યારે તમે લોકો પિટાઈ કરીને આવ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 1996ની શ્રીલંકાની ક્રિકેટ ટીમ સાથે વાતચીત કરી

April 05th, 10:23 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે શ્રીલંકાના કોલંબોમાં 1996ની શ્રીલંકાની ક્રિકેટ ટીમ સાથે વાતચીત કરી હતી. નિખાલસ વાતચીત દરમિયાન ક્રિકેટરોએ પ્રધાનમંત્રીને મળવા બદલ ખુશી અને આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ તેમને મળવા બદલ ખુશી પણ વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, ભારતીય લોકો આજે પણ ટીમનાં અસરકારક દેખાવને યાદ કરે છે, ખાસ કરીને એ યાદગાર વિજય કે જેણે કાયમી છાપ છોડી હતી. તેમણે ઉમેર્યું કે તેમની સિદ્ધિ રાષ્ટ્ર સાથે ગુંજી રહી છે.

પ્રધાનમંત્રીએ ભારતીય શાંતિ રક્ષા દળ (IPKF) સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

April 05th, 08:36 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કોલંબો નજીક શ્રી જયવર્ધનપુરા કોટ્ટેમાં 'ભારતીય શાંતિ રક્ષા દળ (IPKF) સ્મારક' ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પ્રધાનમંત્રીએ કોલંબોમાં IPKF સ્મારકની મુલાકાત લીધી

April 05th, 07:44 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કોલંબોમાં IPKF સ્મારકની મુલાકાત લીધી અને પુષ્પાંજલિ અર્પણ કરી. તેમણે ભારતીય શાંતિ રક્ષા દળના બહાદુર સૈનિકોને બિરદાવ્યા જેમણે શ્રીલંકાની શાંતિ, એકતા અને પ્રાદેશિક અખંડિતતાની સેવામાં પોતાના જીવનનું બલિદાન આપ્યું.

પ્રધાનમંત્રીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી

April 05th, 05:54 pm

પ્રધાનમંત્રીએ આજે કોલંબોમાં રાષ્ટ્રપતિ સચિવાલયમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ અનુરા કુમારા દિસાનાયકા સાથે ફળદાયક બેઠક યોજી હતી. વાતચીત અગાઉ પ્રધાનમંત્રીનું ઈન્ડિપેન્ડન્સ સ્ક્વેર પર ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર 2024માં રાષ્ટ્રપતિ દિસાનાયકે પદ સંભાળ્યા પછી પ્રધાનમંત્રી શ્રીલંકાની સત્તાવાર મુલાકાત લેનારા પ્રથમ વિદેશી નેતા છે.

પ્રધાનમંત્રીને 'શ્રીલંકા મિત્ર વિભૂષણ'થી નવાજવામાં આવ્યા

April 05th, 02:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે રાષ્ટ્રપતિ દિસાનાયકે 'શ્રીલંકા મિત્ર વિભૂષણ'થી સન્માનિત કર્યા. આભાર વ્યક્ત કરતા શ્રી મોદીએ કહ્યું કે, આ ભારત અને શ્રીલંકાના લોકો વચ્ચેની ઊંડા મૂળની મિત્રતા અને ઐતિહાસિક સંબંધોનું પ્રતીક છે.

પરિણામોની યાદીઃ પ્રધાનમંત્રીની શ્રીલંકાની મુલાકાત

April 05th, 01:45 pm

પ્રજાસત્તાક ભારતની સરકાર અને ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ રિપબ્લિક ઓફ શ્રીલંકાની સરકાર વચ્ચે વીજળીની આયાત/નિકાસ માટે એચવીડીસી ઇન્ટરકનેક્શનના અમલીકરણ માટે સમજૂતી કરાર (MoU)

શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથેના સંયુક્ત પ્રેસ વક્તવ્ય દરમિયાન પ્રધાનમંત્રીનું વક્તવ્ય

April 05th, 11:30 am

આજે રાષ્ટ્રપતિ દિસાનાયકના હસ્તે મને 'શ્રીલંકા મિત્ર વિભૂષણ' એનાયત કરવામાં આવ્યો છે, એ મારા માટે ગર્વની વાત છે. આ એવોર્ડ માત્ર મારું સન્માન જ નથી કરતો, પરંતુ 140 કરોડ ભારતીયોનું સન્માન પણ કરે છે. તે ભારત અને શ્રીલંકાના લોકો વચ્ચે ઐતિહાસિક સંબંધો અને ગાઢ મૈત્રીનું સન્માન છે.

PM Modi arrives in Sri Lanka

April 04th, 10:06 pm

Prime Minister Narendra Modi arrived in Colombo, Sri Lanka. During his visit, the PM will take part in various programmes. He will meet President Anura Kumara Dissanayake.

થાઇલેન્ડ અને શ્રીલંકાની મુલાકાત માટે પ્રસ્થાન કરતાં અગાઉ પ્રધાનમંત્રીનું નિવેદન

April 03rd, 06:00 am

પ્રધાનમંત્રી પેતોંગ્તારન શિનાવાત્રાના આમંત્રણ પર આજે હું થાઇલેન્ડની સત્તાવાર મુલાકાતે જવા અને છઠ્ઠી BIMSTEC શિખર બેઠકમાં હાજરી આપવા માટે રવાના થઈ રહ્યો છું.

વડાપ્રધાન ની થાઈલેન્ડ અને શ્રીલંકાની મુલાકાત: 03-06 એપ્રિલ, 2025

April 02nd, 02:00 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેંગકોકમાં છઠ્ઠા બિમસ્ટેક સમિટમાં ભાગ લેવા માટે થાઇલેન્ડ (૩-૪ એપ્રિલ, ૨૦૨૫) ની મુલાકાત લેશે. ત્યારબાદ, તેઓ રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકના આમંત્રણ પર શ્રીલંકાની રાજ્ય મુલાકાત (૪-૬ એપ્રિલ, ૨૦૨૫) પર જશે.

જાફના કલ્ચરલ સેન્ટર એ ભારત અને શ્રીલંકા વચ્ચેના ઘનિષ્ઠ સાંસ્કૃતિક સહયોગને દર્શાવતી એક મહત્વપૂર્ણ પહેલ છે: પીએમ

February 11th, 09:43 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ધ જાફના કલ્ચરલ સેન્ટરના સમર્પણને એક મહત્વપૂર્ણ પહેલ ગણાવી છે અને આ પ્રસંગે રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની હાજરીને સ્વીકારી છે. પ્રધાનમંત્રી શ્રીએ 2015માં કેન્દ્રનો શિલાન્યાસ કર્યો હતો અને તે વિશેષ મુલાકાતની કેટલીક તસવીરો શેર કરી હતી.

વડાપ્રધાન મોદીએ શ્રીલંકામાં ભારતીય સમાજને સંબોધન કર્યું

June 09th, 03:00 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોલંબો, શ્રીલંકામાં ભારતીય સમાજને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે ભારતની દુનિયામાં સ્થિતિ મજબૂત બની રહી છે અને તેનો શ્રેય ભારતીય સમાજને જાય છે. તેમણે ઉમેર્યું હતું, હું જ્યાં પણ જાઉં છું, મને ભારતીય સમાજની સફળતા અને સિદ્ધિઓ વિષે કહેવામાં આવે છે.

વડાપ્રધાન મોદીની શ્રીલંકામાં બેઠકો

June 09th, 02:40 pm

વડાપ્રધાન મોદીએ શ્રીલંકન રાષ્ટ્રપતિ મૈથ્રીપાલા સિરીસેના, વડાપ્રધાન રનીલ વિક્રમાસિંગે, પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્સા અને તમિલ નેશનલ એલાયન્સના પ્રતિનિધિ મંડળના નેતા શ્રી આર સંપનથન સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.

વડા પ્રધાને શ્રીલંકાના કોચ્ચીકડે ખાતે સેન્ટ એન્થની ચર્ચની મુલાકાત લીધી

June 09th, 12:33 pm

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસ્ટર સન્ડે હુમલામાં મુર્ત્યું પામેલા લોકોને કોચ્ચીકાડે ખાતે સેન્ટ એન્થોની ચર્ચમાં શ્રદ્ધાંજલિ આપીને પોતાની શ્રીલંકાની શરૂવાત કરી હતી