ત્રીજા ભારત-નોર્ડિક સમિટ દરમિયાન પ્રધાનમંત્રી મોદીની આઇસલેન્ડના પ્રધાનમંત્રી સાથે મુલાકાત

May 19th, 06:44 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓસ્લોમાં ત્રીજી ભારત-નોર્ડિક સમિટની સાથે સાથે આઇસલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ સુશ્રી ક્રિસ્ટ્રન ફ્રોસ્ટાડોટીર સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.

ત્રીજી ભારત-નોર્ડિક સમિટ દરમિયાન ડેનમાર્કના કાર્યકારી પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રીની બેઠક

May 19th, 06:40 pm

બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરી હતી અને સંયુક્ત એજન્ડામાં હાંસલ થયેલી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. બંને નેતાઓએ ભારત-ડેનમાર્ક ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપમાં થયેલી પ્રગતિને આવકારી હતી જે પર્યાવરણ અને આબોહવા પરિવર્તનના ક્ષેત્રમાં સહયોગ તેમજ બંને દેશોમાં ગ્રીન ટ્રાન્ઝિશન (હરિત પરિવર્તન) ને સહાય કરવા માટેના સામૂહિક પ્રયાસોને પ્રાધાન્ય આપે છે. વર્ષ 2020 માં ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની શરૂઆત થઈ ત્યારથી બંને દેશો વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનને યાદ કરતા, નેતાઓએ નવી અને ઉભરતી ટેકનોલોજી, સંચાર, અદ્યતન સંશોધન, સ્ટાર્ટ-અપ્સ અને શૈક્ષણિક આદાનપ્રદાનમાં સહયોગને વધુ મજબૂત કરવાનો નિર્ણય કર્યો હતો. તેઓએ સંરક્ષણ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ક્ષેત્રોમાં સહયોગ અંગે પણ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ ડેનિશ કંપનીઓને ગિફ્ટ સિટી (GIFT city) ગુજરાતમાં પોતાની હાજરી સ્થાપિત કરવા માટે આમંત્રિત કર્યા હતા.

ત્રીજી ભારત-નોર્ડિક સમિટમાં સંયુક્ત અખબારી નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું નિવેદન

May 19th, 04:25 pm

ઝડપથી વધી રહેલા વેપાર અને રોકાણે ભારતના વિકાસની વાર્તામાં તો યોગદાન આપ્યું જ છે; સાથે જ, નોર્ડિક દેશોના અર્થતંત્રોમાં પણ ખૂબ જ સકારાત્મક ભૂમિકા ભજવી છે અને હજારો નવી નોકરીઓનું સર્જન કર્યું છે. આ મજબૂત પાયા પર આપણા સંબંધોને આગલા સ્તર પર લઈ જવા માટે અમે તાજેતરમાં કેટલીક મહત્વપૂર્ણ પહેલો કરી છે.

નોર્વે-ભારત વ્યાપાર અને સંશોધન સમિટમાં પ્રધાનમંત્રીનું સંબોધન

May 18th, 11:49 pm

મને એ જાણીને આનંદ થાય છે કે તમારામાંથી ઘણા CEOઓએ ભારતના 'વાઇબ્રન્ટ ગુજરાત' અને અન્ય રોકાણકાર સમિટમાં સતત ઉત્સાહ સાથે ભાગ લીધો છે. આપણે હવે આ ભાગીદારીની તીવ્રતા વધારવી જોઈએ અને તેને નવી સીમાઓ તરફ દોરી જવી જોઈએ.

પ્રધાનમંત્રી ભારત-નોર્વે બિઝનેસ એન્ડ રિસર્ચ સમિટમાં ઉપસ્થિત રહ્યા

May 18th, 08:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ઓસ્લો ખાતે ભારત-નોર્વે બિઝનેસ એન્ડ રિસર્ચ સમિટમાં ઉપસ્થિત રહ્યા હતા. હિઝ રોયલ હાઇનેસ ક્રાઉન પ્રિન્સ હાકોન અને નોર્વેના પ્રધાનમંત્રી મહામહિમ જોનાસ ગહર સ્ટોરે પણ આ સમિટમાં ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રીએ નોર્વેના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય મંત્રણા યોજી

May 18th, 08:21 pm

બંને નેતાઓ આર્થિક અને વ્યાપારી ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે વિશાળ સંભાવનાઓ હોવા અંગે સંમત થયા હતા. પ્રધાનમંત્રીએ ભારતમાં નોર્વેજીયન સાહસો દ્વારા વધુ રોકાણ કરવાનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ 2030 સુધીમાં ભારત અને નોર્વે વચ્ચેના વર્તમાન વેપારના મૂલ્યને બમણું કરવાના લક્ષ્યને રેખાંકિત કર્યો હતો અને TEPA હેઠળ 100 અબજ યુએસ ડોલર (USD) ના રોકાણની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા તેમજ ભારતમાં 10 લાખ (1 મિલિયન) નોકરીઓની વિભાવનાને સાકાર કરવા માટે વિવિધ ક્ષેત્રોમાં ગતિશીલ જોડાણ તરફ કામ કરવા માટે વ્યવસાયિક પ્રતિનિધિઓને પ્રોત્સાહિત કર્યા હતા.

પ્રધાનમંત્રીની નોર્વેના હિઝ મેજેસ્ટી કિંગ હેરાલ્ડ V સાથે મુલાકાત

May 18th, 07:36 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓસ્લોમાં રોયલ પેલેસ ખાતે નોર્વેના હિઝ મેજેસ્ટી કિંગ હેરાલ્ડ V સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીને નોર્વેના સર્વોચ્ચ સન્માન “ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઑફ મેરિટ”થી સન્માનિત કરાયા

May 18th, 07:35 pm

ઓસ્લોમાં આયોજિત એક વિશેષ સમારોહમાં, નોર્વેના હિઝ મેજેસ્ટી કિંગ હેરાલ્ડ V એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ‘ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજીયન ઓર્ડર ઓફ મેરિટ’ એનાયત કર્યો હતો. આ એવોર્ડ વિદેશી સરકારના વડાઓને આપવામાં આવતું નોર્વેનું સર્વોચ્ચ સન્માન છે, અને તે નોર્વે અને માનવજાતના હિતમાં ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ એનાયત કરવામાં આવે છે.

નોર્વેના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

May 18th, 04:44 pm

નોર્વેની યાત્રા કરીને મને ખૂબ જ ખુશી થઈ રહી છે. આ દેશ નેચર (પ્રકૃતિ) અને હ્યુમન પ્રોગ્રેસ (માનવ પ્રગતિ) વચ્ચે હાર્મની (સામંજસ્ય) નું એક સુંદર ઉદાહરણ છે.