પ્રધાનમંત્રીએ ગંગા તળાવની મુલાકાત લીધી

March 12th, 05:26 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોરેશિયસમાં પવિત્ર ગંગા તળાવની મુલાકાત લીધી. તેમણે પવિત્ર સ્થળ પર પ્રાર્થના કરી અને ત્રિવેણી સંગમના પવિત્ર જળનું વિસર્જન કર્યું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ નવીનચંદ્ર રામગુલામે મોરેશિયસમાં અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક સર્વિસ એન્ડ ઇનોવેશનનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું

March 12th, 03:13 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ નવીનચંદ્ર રામગુલામે આજે મોરેશિયસના રેડ્યુટમાં અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક સર્વિસ એન્ડ ઇનોવેશનનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું. ભારત-મોરેશિયસ વિકાસ ભાગીદારી હેઠળ અમલમાં મુકાયેલ આ સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ, મોરેશિયસમાં ક્ષમતા નિર્માણ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય દિવસ ઉજવણીમાં મોરેશિયસનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પ્રાપ્ત થયો

March 12th, 03:12 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસ પ્રજાસત્તાકના 57માં રાષ્ટ્રીય દિવસ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.

ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન (GCSK)ના એવોર્ડ એનાયત થવા પર પ્રધાનમંત્રી દ્વારા સ્વીકૃતિ ટિપ્પણીઓ

March 12th, 03:00 pm

મોરેશિયસના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત થવા બદલ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ ફક્ત મારું સન્માન નથી. તે 1.4 અબજ ભારતીયોનું સન્માન છે. તે ભારત અને મોરેશિયસ વચ્ચે સદીઓ જૂના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સગપણના બંધનોનું સન્માન છે. તે પ્રાદેશિક શાંતિ, પ્રગતિ, સુરક્ષા અને ટકાઉ વિકાસ પ્રત્યેની આપણી સહિયારી પ્રતિબદ્ધતાની સ્વીકૃતિ છે અને, તે ગ્લોબલ સાઉથની સહિયારી આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતીક છે. હું આ એવોર્ડ સંપૂર્ણ નમ્રતા અને કૃતજ્ઞતા સાથે સ્વીકારું છું. હું તેને તમારા પૂર્વજોને સમર્પિત કરું છું જેઓ સદીઓ પહેલા ભારતથી મોરેશિયસ આવ્યા હતા, અને તેમની બધી પેઢીઓને. પોતાની મહેનત દ્વારા, તેમણે મોરેશિયસના વિકાસમાં એક સુવર્ણ પ્રકરણ લખ્યું અને તેની જીવંત વિવિધતામાં યોગદાન આપ્યું. હું આ સન્માનને એક જવાબદારી તરીકે પણ સ્વીકારું છું. હું અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરું છું કે અમે ભારત-મોરેશિયસ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ઊંચાઈ સુધી વધારવા માટે તમામ પ્રયાસો ચાલુ રાખીશું.

ઉન્નત વ્યૂહાત્મક ભાગીદારી વધારવા માટે ભારત-મોરેશિયસનું સંયુક્ત વિઝન

March 12th, 02:13 pm

મોરેશિયસના પ્રધાનમંત્રી આદરણીય નવીનચંદ્ર રામગુલામ, જીસીએસકે, એફઆરસીપી અને ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીએ 11થી 12 માર્ચ, 2025 સુધી મોરેશિયસની સત્તાવાર મુલાકાત દરમિયાન મોરેશિયસ અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસા પર વિસ્તૃત અને ફળદાયક ચર્ચાઓ કરી હતી.

પરિણામોની યાદી : પ્રધાનમંત્રીની મોરેશિયસ મુલાકાત

March 12th, 01:56 pm

સરહદ પારના વ્યવહારો માટે સ્થાનિક ચલણ (INR અથવા MUR)ના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક માળખું સ્થાપિત કરવા માટે ભારતીય રિઝર્વ બેંક અને બેંક ઓફ મોરિશિયસ વચ્ચે કરાર.

ભારત-મોરેશિયસ સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

March 12th, 12:30 pm

140 કરોડ ભારતીયો વતી, હું મોરેશિયસના તમામ નાગરિકોને રાષ્ટ્રીય દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. મારા માટે ખૂબ જ ભાગ્યની વાત છે કે મને મોરેશિયસના રાષ્ટ્રીય દિવસે ફરીથી આવવાની તક મળી રહી છે. તેથી, હું પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામજી અને મોરેશિયસ સરકારનો આભાર માનું છું.

પ્રધાનમંત્રીએ મોરેશિયસના લોકોને તેમના રાષ્ટ્રીય દિવસની શુભેચ્છા પાઠવી

March 12th, 09:58 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોરેશિયસના લોકોને તેમના રાષ્ટ્રીય દિવસની શુભેચ્છા પાઠવી હતી. શ્રી મોદીએ કહ્યું, આજના કાર્યક્રમો અને ઉજવણીઓમાં ભાગ લેવા માટે આતુર છું. પ્રધાનમંત્રીએ ગઈકાલની મુખ્ય બેઠકો અને કાર્યક્રમોની હાઇલાઇટ્સ પણ શેર કરી.

મોરેશિયસના પ્રધાનમંત્રી દ્વારા આયોજિત બેન્ક્વેટ ડિનરમાં પ્રધાનમંત્રીનું સંબોધન

March 12th, 06:15 am

સૌ પ્રથમ, હું પ્રધાનમંત્રીના ભાવનાત્મક અને પ્રેરણાદાયી વિચારો માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મોરેશિયસમાં મારા ઉમદા સ્વાગત અને આતિથ્ય માટે હું પ્રધાનમંત્રી, મોરેશિયસ સરકાર અને લોકોનો આભારી છું. કોઈપણ ભારતીય પ્રધાનમંત્રી માટે મોરેશિયસની મુલાકાત હંમેશા ખૂબ જ ખાસ હોય છે. આ ફક્ત રાજદ્વારી મુલાકાત નથી પણ તેમના પરિવારને મળવાની તક છે. આજે મોરેશિયસની ધરતી પર પગ મૂક્યો ત્યારથી જ હું આ જ આત્મીયતાની લાગણી અનુભવી રહ્યો છું. દરેક જગ્યાએ પોતાનાપણું હોવાની ભાવના છે. ક્યાંય પણ કોઈ પ્રોટોકોલ પ્રતિબંધો નથી. મારા માટે ખૂબ જ ભાગ્યની વાત છે કે હું ફરી એકવાર મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે મુખ્ય મહેમાન તરીકે ભાગ લઈ રહ્યો છું. આ પ્રસંગે 140 કરોડ ભારતીયો વતી, હું આપ સૌને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું.

મોરેશિયસમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન

March 12th, 06:07 am

10 વર્ષ પહેલાં આ તારીખે જ્યારે હું મોરેશિયસ આવ્યો હતો... ત્યારે તે વર્ષે હોળી એક અઠવાડિયું વહેલી પસાર થઈ ગઈ હતી... હું ભારતથી ફાગુઆનો ઉત્સાહ મારી સાથે લઈને આવ્યો હતો... આ વખતે હું મોરેશિયસથી ભારત હોળીના રંગો મારી સાથે લઈ જઈશ... એક દિવસ પછી હોળી ત્યાં પણ છે... 14મી તારીખે બધે રંગો જ હશે...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું

March 11th, 07:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ નવીનચંદ્ર રામગુલામ સાથે આજે મોરેશિયસમાં ટ્રાયનોન કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ભારતના ભારતીય સમુદાય અને મિત્રોના એક મેળાવડાને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, સામાજિક-સાંસ્કૃતિક સંસ્થાઓ અને વ્યાવસાયિક અગ્રણીઓ સહિત ભારતીય સમુદાયે ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમાં મોરેશિયસના કેટલાક મંત્રીઓ, સાંસદો અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ મોરેશિયસ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

March 11th, 04:01 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સ્ટેટ હાઉસ ખાતે મોરેશિયસ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ધરમવીર ગોખુલને મળ્યા હતા.

મોરેશિયસના રાષ્ટ્રપતિ શ્રી ધરમબીર ગોકુલ દ્વારા આયોજિત લંચમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ટોસ્ટ

March 11th, 03:06 pm

મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ફરી એકવાર મુખ્ય અતિથિ તરીકે ભાગ લેવો એ મારા માટે સૌભાગ્યની વાત છે.

પ્રધાનમંત્રીએ સર શિવસાગર રામગુલામ અને સર અનિરુદ્ધ જગન્નાથની સમાધિઓ પર પુષ્પાંજલિ અર્પણ કરી

March 11th, 03:04 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પેમ્પલમુસિસના સર શિવસાગર રામગુલામ બોટેનિક ગાર્ડન ખાતે સર શિવસાગર રામગુલામ અને અનિરુદ્ધ જગન્નાથની સમાધિઓ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સાથે મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ નવીનચંદ્ર રામગુલામ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ મોરેશિયસની પ્રગતિ અને ભારત-મોરેશિયસ સંબંધો માટે મજબૂત પાયો બનાવવામાં બંને નેતાઓના કાયમી વારસાને યાદ કર્યો.

પીએમ મોદી બે દિવસની મોરેશિયસ મુલાકાત માટે પહોંચ્યા

March 11th, 08:33 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા સમય પહેલા મોરેશિયસ પહોંચ્યા હતા. તેઓ બે દિવસની મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ મોરેશિયસના 57મા રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે અને મોરેશિયસના નેતૃત્વ અને મહાનુભાવોને પણ મળશે.

મોરેશિયસની તેમની સત્તાવાર મુલાકાત પહેલા પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન

March 10th, 06:18 pm

મોરેશિયસ એક નજીકનો દરિયાઈ પડોશી, હિંદ મહાસાગરમાં એક મુખ્ય ભાગીદાર અને આફ્રિકન ખંડનું પ્રવેશદ્વાર છે. આપણે ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ દ્વારા જોડાયેલા છીએ. ઊંડો પરસ્પર વિશ્વાસ, લોકશાહીના મૂલ્યોમાં સહિયારી માન્યતા અને આપણી વિવિધતાની ઉજવણી આપણી શક્તિઓ છે.

વડાપ્રધાન મોદી ૧૧-૧૨ માર્ચ, ૨૦૨૫ દરમિયાન મોરેશિયસની મુલાકાત લેશે.

March 07th, 06:17 pm

વડાપ્રધાન ડૉ. નવીનચંદ્ર રામગુલામના આમંત્રણ પર પીએમ મોદી ૧૧-૧૨ માર્ચે મોરેશિયસની મુલાકાત લેશે અને રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ મુલાકાત દરમિયાન, તેઓ મુખ્ય નેતાઓને મળશે, ભારતીય મૂળના સમુદાય સાથે વાતચીત કરશે અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ મુલાકાત ભારત-મોરેશિયસની મજબૂત ભાગીદારીને પુનઃપુષ્ટિ કરે છે, જે સહિયારા ઇતિહાસ અને પ્રગતિમાં મૂળ ધરાવે છે.