મૈસૂરમાં સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર–વિવેક સ્મારકના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 01st, 04:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મૈસૂરુ, કર્ણાટક ખાતે સ્વામી વિવેકાનંદ સાંકૃતિક યુવા કેન્દ્ર - વિવેક સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોના વિશાળ જનમેદનીનું અભિવાદન કરતા પ્રધાનમંત્રીએ શહેરના અધિષ્ઠાત્રી દેવી માતા ચામુંડેશ્વરીને આદરપૂર્વક પ્રણામ કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મૈસૂરુ, કર્ણાટક ખાતે સ્વામી વિવેકાનંદ સાંકૃતિક યુવા કેન્દ્ર - વિવેક સ્મારકનું ઉદ્ઘાટન કર્યું
August 01st, 04:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મૈસૂરુ, કર્ણાટક ખાતે સ્વામી વિવેકાનંદ સાંકૃતિક યુવા કેન્દ્ર - વિવેક સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોના વિશાળ જનમેદનીનું અભિવાદન કરતા પ્રધાનમંત્રીએ શહેરના અધિષ્ઠાત્રી દેવી માતા ચામુંડેશ્વરીને આદરપૂર્વક પ્રણામ કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી.કેબિનેટે મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ (MPMS) ને મંજૂરી આપી
July 15th, 04:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ₹62,500 કરોડના અંદાજપત્રીય ખર્ચ સાથે મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ (MPMS) ને મંજૂરી આપી છે.ન્યૂઝીલેન્ડમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 11th, 01:15 pm
આપણે ભારતના લોકો સાંભળતા આવ્યા હતા, 20 સાલ બાદ. પરંતુ આજે ચાલીસ વર્ષ પછી કોઈ ભારતીય પીએમ ન્યૂઝીલેન્ડની ધરતી પર આવ્યા છે. આ મારું સૌભાગ્ય છે. હું ન્યૂઝીલેન્ડના તમામ રહેવાસીઓ માટે, આપ સૌ લોકો માટે, 140 કરોડ ભારતીયોની શુભેચ્છાઓ લઈને આવ્યો છું.પ્રધાનમંત્રીએ ન્યુઝીલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો
July 11th, 12:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓકલેન્ડમાં આયોજિત “કિયા ઓરા મોદી” (Kia Ora Modi) કાર્યક્રમમાં ન્યુઝીલેન્ડના ભારતીય સમુદાયના એક વિશાળ મેળાવડાને સંબોધિત કર્યો હતો. એક વિશેષ ભાવના તરીકે, ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી માનનીય ક્રિસ્ટોફર લક્સન પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ મેળાવડો ભારતીય સમુદાયના 10,000 થી વધુ સભ્યોના ઉષ્મા, ઊર્જા અને ઉત્સાહથી ભરેલો હતો.ઓસ્ટ્રેલિયામાં એક સામુદાયિક કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 09th, 03:22 pm
હું, મારા મિત્ર, ભારતના મિત્ર, પ્રાઇમ મિનિસ્ટર એન્થની અલ્બેનીઝનો પણ આભારી છું. આપ સિડનીમાં પણ સાથે હતા, અને આજે અહીં મેલબોર્નમાં પણ, ભારતીય સમુદાયની વચ્ચે આવ્યા છો. અને આ એક પ્રકારે પૂર્ણ ચક્ર થઈ ગયું છે.પ્રધાનમંત્રીએ ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો
July 09th, 03:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મેલબોર્નના માર્વેલ સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયના એક વિશાળ મેળાવડાને સંબોધિત કર્યો હતો. એક વિશેષ સદ્ભાવના તરીકે, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી, માનનીય એન્થોની અલ્બેનીઝ પણ આ પ્રવાસી ભારતીય સમુદાયના કાર્યક્રમમાં જોડાયા હતા.સાણંદ, ગુજરાત ખાતે સીજી સેમીની ઓએસએટી (OSAT) ફેસિલિટીના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 04th, 05:15 pm
સાથીઓ, 2024માં આ પ્લાન્ટનો શિલાન્યાસ કરવાનો અવસર મને મળ્યો હતો. 2025ના ઓગસ્ટ મહિનામાં અહીં ટેસ્ટિંગ ચિપ્સનું કામ શરૂ થયું, અને આજે, આ પ્લાન્ટનું ઉદ્ઘાટન થઈ ગયું છે. શિલાન્યાસથી પ્રોડક્શન સુધીની આ સફર, ચોક્કસપણે અનેક સાથીઓના પરિશ્રમનું પરિણામ છે. સુબૈયા જી જેવા લોકોના નેતૃત્વનું પરિણામ છે. હમણાં મંચ પર આવતા પહેલા, મને આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા અનેક સાથીઓ સાથે વાતચીત કરવાનો પણ મોકો મળ્યો. એક રીતે એવું લાગે છે કે આ પરિસરમાં એક મિની ઇન્ડિયા વસે છે. દરેક ભાષાના, દરેક પહેરવેશના, દરેક ખાન-પાનના લોકો અહીં છે. એટલે કે એક અલગ જ પ્રકારનો માહોલ મેં અનુભવ્યો. પ્રદર્શનની મુલાકાત (Exhibition Visit) દરમિયાન પણ, મેં કેટલાય દીકરા-દીકરીઓ સાથે વાતચીત કરી. અને એક વાત જેનો હું બહુ ગર્વથી ઉલ્લેખ કરવા માંગીશ, આ બાળકોનું કોન્ફિડન્સ લેવલ (આત્મવિશ્વાસનું સ્તર). જે આત્મવિશ્વાસથી તેઓ વાતો કરી રહ્યા હતા, ટેકનોલોજીના સંદર્ભમાં જે તેમનો કહેવાનો વિશ્વાસ હતો, તેનાથી ઓછામાં ઓછું હું તો ઇમ્પ્રેસ થઈ ગયો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદમાં સીજી સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું
July 04th, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સાણંદમાં સીજી સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગના મહત્વ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ આ લોન્ચિંગને દેશના તેના લક્ષ્યો પ્રત્યેના અતૂટ સંકલ્પના પુરાવા તરીકે ગણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશ કોઈપણ ખચકાટ વિના તેના મજબૂત સંકલ્પોને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરે છે. શ્રી મોદીએ મક્કમતાપૂર્વક જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ પુરાવો છે કે ભારત જે પણ કરવાનો સંકલ્પ કરે છે, તેને દ્રઢતાપૂર્વક પૂર્ણ કરે છે.પેરિસમાં ભારતીય સમુદાયના કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 18th, 11:41 pm
જે રીતે તમે, ફ્રાન્સમાં ભારતીય સમુદાયે, 21મી સદીના ભારત-ફ્રાન્સ સંબંધોમાં જોડાણો બનાવ્યા છે તે અમારી વ્યૂહાત્મક ભાગીદારી માટે એક જબરદસ્ત તાકાત બની ગઈ છે. હું તમને 1.4 અબજ સાથી ભારતીયોની શુભેચ્છાઓ પાઠવું છું. આ ઉષ્માભર્યા અને પ્રેમાળ સ્વાગત માટે હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું.પ્રધાનમંત્રીએ પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો
June 18th, 09:30 pm
પ્રધાનમંત્રીએ 18 જૂન 2026ના રોજ પેરિસમાં ભારતીય સમુદાયના એક વિશાળ મેળાવડાને સંબોધિત કર્યો હતો. સ્થળ પર પહોંચતા જ પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું અને રંગારંગ સ્વાગત કરવામાં આવ્યું હતું, જે માતૃભૂમિ પ્રત્યે પ્રવાસી ભારતીયોના ઊંડા સ્નેહને પ્રતિબિંબિત કરે છે.The trust of 140 crore Indians is our greatest strength and responsibility: PM Modi at the NDA Leaders’ Conclave
June 10th, 06:33 pm
PM Modi addressed the NDA Leaders' Conclave in New Delhi, highlighting the government's commitment to fulfilling the aspirations of 140 crore Indians and accelerating India's journey towards a Viksit Bharat. Speaking at the NDA Conclave at Bharat Mandapam after becoming the longest continuously serving elected Prime Minister of India, he said, To have the opportunity to serve Maa Bharti for such a long time is possible only through God's blessings. For me, 'Janta Janardan' is God.PM Modi addresses NDA Leaders' Conclave, reaffirms commitment to Viksit Bharat
June 10th, 06:30 pm
PM Modi addressed the NDA Leaders' Conclave in New Delhi, highlighting the government's commitment to fulfilling the aspirations of 140 crore Indians and accelerating India's journey towards a Viksit Bharat. Speaking at the NDA Conclave at Bharat Mandapam after becoming the longest continuously serving elected Prime Minister of India, he said, To have the opportunity to serve Maa Bharti for such a long time is possible only through God's blessings. For me, 'Janta Janardan' is God.ન્યૂઝ18 રાઇઝિંગ ઇન્ડિયા સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 27th, 08:30 pm
તમે બધા રાઇઝિંગ ઇન્ડિયાની ચર્ચા કરી રહ્યા છો. અને આમાં, તમારો ભાર સામર્થ્ય પર છે - સરળ શબ્દોમાં કહીએ તો તમારું ધ્યાન દેશની પોતાની શક્તિ પર છે. અને આપણા શાસ્ત્રોમાં, એવું કહેવામાં આવ્યું છે - तत् त्वम असि! એટલે કે, આપણે જે બ્રહ્મ શોધી રહ્યા છીએ તે આપણે પોતે છીએ; તે આપણી અંદર છે. આપણે આપણી અંદર રહેલી શક્તિને ઓળખવી જોઈએ. છેલ્લા 11 વર્ષોમાં ભારતે આ શક્તિને ઓળખી છે અને આજે દેશ આ શક્તિને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યો છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેટવર્ક18 રાઇઝિંગ ઇન્ડિયા સમિટને સંબોધિત કર્યું
February 27th, 08:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાઇઝિંગ ઇન્ડિયા સમિટને સંબોધન કર્યું, જેમાં “Strength Within (આપણા સામર્થ્ય)” થીમ પર વાત કરી છે. છેલ્લા 11 વર્ષમાં ભારતની સફર પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ દેશની ક્ષમતા પાછી મેળવવા, આર્થિક આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા અને 2047 સુધીમાં વિકસિત ભારત માટેના રોડમેપ વિશે વિસ્તૃત વાત કરી.ઇન્ડિયા ચિપ લિમિટેડના ખાતમુહૂર્ત સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 21st, 05:30 pm
આજે ભારત, વિકસિત થવાના લક્ષ્ય પર ખૂબ ઝડપથી કામ કરી રહ્યું છે. અને મેં લાલ કિલ્લા પરથી પણ કહ્યું છે- ભારત પાસે રોકાવાનો, થંભવાનો સમય નથી. વર્ષ 2026 ની શરૂઆતથી જ ભારતે પોતાની કદમતાલ વધુ તેજ કરી દીધી છે. 12 જાન્યુઆરીએ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગથી દેશના લાખો યુવાનો જોડાયા, 16 જાન્યુઆરીએ આપણે નેશનલ સ્ટાર્ટ અપ ડે મનાવ્યો, ભારતની સ્ટાર્ટ-અપ ક્રાંતિને નવી ઊર્જા આપી, જાન્યુઆરીમાં જ થયેલી ઈન્ડિયા એનર્જી સમિટમાં ભારતે પોતાના સામર્થ્યથી દુનિયાનું ધ્યાન ખેંચ્યું. પછી વિકસિત ભારતને નવી ગતિ આપનારું બજેટ આવ્યું અને હવે આ સપ્તાહ પણ ભારત માટે ઐતિહાસિક સિદ્ધ થઈ રહ્યું છે. ગ્લોબલ AI Impact સમિટમાં, દુનિયાના અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, ટેકનોલોજી જગતના દિગ્ગજો, તમામ દિલ્હીમાં એકઠા થયા હતા. આ સમિટમાં દુનિયાએ, ભારતના AI સામર્થ્યને જોયું, અમારા વિઝનને સમજ્યું અને પ્રશંસા કરી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉત્તર પ્રદેશમાં HCL-Foxconn સેમિકન્ડક્ટર યુનિટના ભૂમિપૂજન સમારોહમાં ભાગ લીધો
February 21st, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉત્તર પ્રદેશમાં HCL-Foxconn સેમિકન્ડક્ટર યુનિટના ભૂમિપૂજન સમારોહમાં ભાગ લીધો હતો. નવી દિલ્હીમાં યોજાયેલી ગ્લોબલ AI ઇમ્પેક્ટ સમિટના તુરંત બાદ, આ સમારોહ ભારતની વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે.કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 11th, 02:45 pm
2026ના પ્રારંભ પછી આ મારો ગુજરાતનો પ્રથમ પ્રવાસ છે. અને સુખદ એટલા માટે પણ છે કારણ કે 2026 ની મારી યાત્રા સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવીને થઈ છે. અને હવે હું રાજકોટમાં આ શાનદાર કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યો છું. એટલે કે વિકાસ પણ, વિરાસત પણ, આ મંત્ર ચારે બાજુ ગુંજી રહ્યો છે. હું દેશ અને દુનિયાભરમાંથી અહીં પધારેલા આપ સૌ સાથીઓનું વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં સ્વાગત કરું છું, અભિનંદન કરું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજકોટમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું
January 11th, 02:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના રાજકોટમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે સભાને સંબોધતા શ્રી મોદીએ નોંધ્યું હતું કે 2026 ની શરૂઆત પછી ગુજરાતની આ તેમની પ્રથમ મુલાકાત છે. તેમણે હાઇલાઇટ કર્યું કે વહેલી સવારે તેમણે ભગવાન સોમનાથના દિવ્ય દર્શન કર્યા હતા અને હવે તેઓ રાજકોટમાં આ ભવ્ય કાર્યક્રમમાં સહભાગી થઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે “વિકાસ પણ, વિરાસત પણ” નો મંત્ર ચારે બાજુ ગુંજી રહ્યો છે. પ્રધાનમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં ભાગ લેવા માટે દેશ અને દુનિયાભરમાંથી આવેલા તમામ સાથીઓનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું.લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 25th, 06:16 pm
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા વરિષ્ઠ સહયોગી અને લખનૌના સાંસદ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહજી, યુપી ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન પંકજ ચૌધરીજી, પ્રદેશ સરકારના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠકજી, ઉપસ્થિત અન્ય મંત્રીગણ, જનપ્રતિનિધિગણ, દેવીઓ અને સજ્જનો,