નવી દિલ્હીમાં પરંપરાગત દવા પર બીજા WHO ગ્લોબલ સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 19th, 08:11 pm
આજે પરંપરાગત દવા પર બીજા WHO ગ્લોબલ સમિટનો સમાપન દિવસ છે. છેલ્લા ત્રણ દિવસમાં, પરંપરાગત દવા ક્ષેત્રના વિશ્વભરના નિષ્ણાતોએ ગંભીર અને અર્થપૂર્ણ ચર્ચાઓમાં ભાગ લીધો છે. મને આનંદ છે કે ભારત આ માટે એક મજબૂત પ્લેટફોર્મ તરીકે સેવા આપી રહ્યું છે, અને WHO એ પણ આમાં સક્રિય ભૂમિકા ભજવી છે. આ સફળ કાર્યક્રમ માટે હું WHO, આયુષ મંત્રાલય, ભારત સરકાર અને અહીં હાજર રહેલા તમામ સહભાગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરંપરાગત ચિકિત્સા પર બીજી WHO ગ્લોબલ સમિટના સમાપન સમારોહને સંબોધિત કર્યો
December 19th, 07:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે પરંપરાગત ચિકિત્સા પર બીજી WHO ગ્લોબલ સમિટના સમાપન સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ હાઈલાઈટ કર્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં, પરંપરાગત ચિકિત્સા ક્ષેત્રે વિશ્વભરના નિષ્ણાતો ગંભીર અને અર્થપૂર્ણ ચર્ચાઓમાં વ્યસ્ત રહ્યા છે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે ભારત આ હેતુ માટે એક મજબૂત પ્લેટફોર્મ તરીકે સેવા આપી રહ્યું છે અને પ્રક્રિયામાં WHO ની સક્રિય ભૂમિકાની નોંધ લીધી હતી. તેમણે સમિટના સફળ આયોજન માટે WHO, આયુષ મંત્રાલય, ભારત સરકાર અને ઉપસ્થિત તમામ સહભાગીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.પ્રધાનમંત્રી પરંપરાગત ચિકિત્સા પર બીજી WHO ગ્લોબલ સમિટના સમાપન સમારોહને સંબોધિત કરશે
December 18th, 04:21 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 ડિસેમ્બર, 2025ના રોજ સાંજે 4:30 વાગ્યે ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે પરંપરાગત ચિકિત્સા પર બીજી WHO ગ્લોબલ સમિટના સમાપન સમારોહમાં ભાગ લેશે. સમાપન સમારોહ દરમિયાન પ્રધાનમંત્રી સભાને સંબોધિત પણ કરશે. આ કાર્યક્રમ વૈશ્વિક, વિજ્ઞાન-આધારિત અને લોકો-કેન્દ્રિત પરંપરાગત ચિકિત્સા એજન્ડાને આકાર આપવામાં ભારતની વધતી જતી નેતૃત્વ અને અગ્રેસર પહેલોને રેખાંકિત કરે છે.પ્રધાનમંત્રી 11 ડિસેમ્બરનાં રોજ સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2024નાં સહભાગીઓ સાથે વાતચીત કરશે
December 09th, 07:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 ડિસેમ્બર, 2024નાં રોજ સાંજે 4:30 વાગ્યે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2024નાં ગ્રાન્ડ ફિનાલેમાં યુવાન ઈનોવેટર્સ સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વાતચીત કરશે. ગ્રાન્ડ ફિનાલેમાં ૧૩૦૦ થી વધુ વિદ્યાર્થી ટીમો ભાગ લેશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.પ્રધાનમંત્રી શ્રીએ WHOના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસનું ભારતમાં સ્વાગત કર્યું
August 16th, 02:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસનું ભારતમાં સ્વાગત કર્યું છે. શ્રી મોદીએ ડૉ. ટેડ્રોસ માટે 'તુલસીભાઈ' નામનો ઉપયોગ કર્યો, જે નામ પ્રધાનમંત્રીએ તેમની છેલ્લી મુલાકાતમાં ડિરેક્ટર જનરલને આપ્યું હતું.