ફિલિપાઇન્સના મિંડાનાઓ ખાતે આવેલા ધરતીકંપના કારણે થયેલી જાનહાનિ અને વિનાશ પર પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

June 08th, 07:25 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફિલિપાઇન્સના મિંડાનાઓ ખાતે આજે આવેલા ધરતીકંપના કારણે થયેલી જાનહાનિ અને વિનાશ પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે પોતાની હાર્દિક સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી હતી.