'મન કી બાત' માં PM મોદીએ ગરમીથી બચવા માટે ટિપ્સ શેર કરી અને નાગરિકોને હાઇડ્રેટેડ રહેવાની સલાહ આપી

May 31st, 11:30 am

મન કી બાતમાં આજે ફરી એકવાર આપને મળીને મને અત્યંત આનંદ થઇ રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાં આપણા દેશના લોકો દેશહિતમાં, સમાજહિતમાં અદભૂત કાર્યો કરી રહ્યા છે. જ્યારે તેમના વિશે સાંભળીએ છીએ તો, આપણને એક નવી પ્રેરણા મળે છે. આજે કાર્યક્રમની શરૂઆત હું રમતગમતમાં દેશની એવી સિદ્ધિ વિશે વાત કરીશ. થોડા દિવસ પહેલાં જ ઝારખંડના રાંચીમાં રાષ્ટ્રીય રમતગમત મહાસંઘની સ્પર્ધાઓ થઇ. તેમાં લગભગ આઠસો ખેલાડીઓએ ભાગ લીધો. તેઓ આખા દેશમાંથી આવ્યા હતા. આ દરમિયાન ચાર અલગ અલગ સ્પર્ધામાં ચાર રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યા. ગુરિંદરવીર સિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીણા અને કુલદીપક કુમાર, આ સાથીઓએ અલગ અલગ વર્ગમાં નવા વિક્રમ સ્થાપ્યા. હું સૌથી પહેલાં તો આ ચારેય સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

ભારતનો રસીકરણ કાર્યક્રમ વિશ્વ માટે કેસ અધ્યયન બની શકે છે: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી

June 27th, 11:30 am

સાથીઓ, તમે મને જવાબ મોકલો કે ન મોકલો, પણ MyGovમાં ઑલિમ્પિક પર જે ક્વિઝ છે તેમાં પ્રશ્નોના ઉત્તર મોકલશો તો ઘણાં બધાં ઈનામો જીતશો. તમે ‘Road to Tokoy Quiz’માં ભાગ લેજો. ભારતે પહેલાં કેવો દેખાવ કર્યો છે? આપણી ટૉક્યો ઑલિમ્પિક માટે કેવી તૈયારી છે? તે બધું તમે જાતે જાણો અને બીજાને પણ જણાવજો. હું તમને બધાને અનુરોધ કરું છું કે તમે આ ક્વિઝ કૉમ્પિટિશનમાં જરૂર ભાગ લેજો.

પ્રધાનમંત્રીએ મહાન એથલીટ શ્રી મિલ્ખા સિંહના નિધન અંગે શોક વ્યક્ત કર્યો

June 19th, 08:45 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન એથલીટ શ્રી મિલ્ખા સિંહજીના નિધન અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યુ છે. શ્રી મોદીએ તેમને એક ચમત્કારી ખેલાડી ગણાવ્યા હતા જેમણે રાષ્ટ્રને સંમોહિત કર્યુ હતું અને અસંખ્ય ભારતીયોના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું.