પ્રધાનમંત્રી 20 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ હેઠળ ઉત્તરપ્રદેશમાં 6 લાખથી વધુ લાભાર્થીઓને આર્થિક હસ્તાંતરિત કરશે
January 19th, 04:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 જાન્યુઆરી 2021ના રોજ બપોરે 12 વાગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ અંતર્ગત ઉત્તરપ્રદેશમાં 6.1 લાખ લાભાર્થીઓ માટે રૂપિયા 2691 કરોડની આર્થિક સહાય હસ્તાંતરિત કરશે. આ પ્રસંગે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. આ સહાયમાં 5.30 લાખ લાભાર્થીઓ માટે પ્રથમ હપતો અને જેમણે પહેલાંથી જ PMAY-G યોજના હેઠળ અગાઉ પ્રથમ હપતો મેળવી લીધો છે તેવા 80 હજાર લાભાર્થીઓ માટે બીજા હપતાની રકમ સામેલ છે.પ્રધાનમંત્રી 12 સપ્ટેમ્બરના રોજ પીએમએવાય-જી અંતર્ગત નિર્મિત 1.75 લાખ મકાનોનું લોકાર્પણ કરશે અને ‘ગૃહપ્રવેશમ’માં સહભાગી થશે
September 10th, 06:10 pm
પ્રધાનમંત્રી 12 સપ્ટેમ્બરના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મધ્યપ્રદેશ રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ (પીએમએવાય–જી) અંતર્ગત બનેલા 1.75 લાખ મકાનોનું લોકાર્પણ કરશે તથા ‘ગૃહપ્રવેશમ’ કાર્યક્રમમાં સહભાગી થશે. આ તમામ મકાનો હાલ ચાલુ કોવિડ-19 રોગચાળાના સમયગાળા દરમિયાન બન્યા છે/એમનું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે.