પ્રધાનમંત્રીએ વિશ્વના નેતાઓ અને નાગરિકોનો તેમની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો
June 10th, 11:50 pm
પ્રધાનમંત્રીએ વિશ્વના નેતાઓ અને નાગરિકોનો તેમની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યોપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભારતના સૌથી લાંબી મુદત સુધી સતત સેવા આપનારા લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ વિશ્વના નેતાઓ તરફથી અભિનંદન આપતા સંદેશા મળ્યા
June 10th, 02:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભારતના સૌથી લાંબી મુદત સુધી સતત સેવા આપનારા લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ વિશ્વભરના વિવિધ દેશોના વડાઓ અને સરકારો તરફથી અભિનંદન સંદેશા મળ્યા છે.ડેનમાર્કના પ્રધાનમંત્રી તરીકે પદભાર સંભાળવા બદલ પ્રધાનમંત્રીએ સુશ્રી મેટ્ટે ફ્રેડરિકસેનને અભિનંદન પાઠવ્યા
June 03rd, 06:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુશ્રી મેટ્ટે ફ્રેડરિકસેનને સતત ત્રીજી મુદત માટે ડેનમાર્કના પ્રધાનમંત્રી તરીકે પદભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા છે.ત્રીજી ભારત-નોર્ડિક સમિટ દરમિયાન ડેનમાર્કના કાર્યકારી પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રીની બેઠક
May 19th, 06:40 pm
બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરી હતી અને સંયુક્ત એજન્ડામાં હાંસલ થયેલી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. બંને નેતાઓએ ભારત-ડેનમાર્ક ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપમાં થયેલી પ્રગતિને આવકારી હતી જે પર્યાવરણ અને આબોહવા પરિવર્તનના ક્ષેત્રમાં સહયોગ તેમજ બંને દેશોમાં ગ્રીન ટ્રાન્ઝિશન (હરિત પરિવર્તન) ને સહાય કરવા માટેના સામૂહિક પ્રયાસોને પ્રાધાન્ય આપે છે. વર્ષ 2020 માં ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની શરૂઆત થઈ ત્યારથી બંને દેશો વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનને યાદ કરતા, નેતાઓએ નવી અને ઉભરતી ટેકનોલોજી, સંચાર, અદ્યતન સંશોધન, સ્ટાર્ટ-અપ્સ અને શૈક્ષણિક આદાનપ્રદાનમાં સહયોગને વધુ મજબૂત કરવાનો નિર્ણય કર્યો હતો. તેઓએ સંરક્ષણ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ક્ષેત્રોમાં સહયોગ અંગે પણ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ ડેનિશ કંપનીઓને ગિફ્ટ સિટી (GIFT city) ગુજરાતમાં પોતાની હાજરી સ્થાપિત કરવા માટે આમંત્રિત કર્યા હતા.Prime Minister’s Departure Statement ahead of his visit to the UAE, Netherlands, Sweden, Norway, and Italy
May 15th, 07:56 am
PM Modi is embarking on a five-nation visit to the UAE, the Netherlands, Sweden, Norway and Italy from 15-20 May 2026. During the visit, he will meet various Heads of State and hold discussions to further strengthen partnerships across key sectors. Highlights of the visit include his participation in the European Round Table for Industry in Sweden and the 3rd India-Nordic Summit in Oslo.પ્રધાનમંત્રીની યુએઈ (UAE), નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીની મુલાકાત (15 - 20 મે, 2026)
May 11th, 09:00 pm
પ્રધાનમંત્રી મોદી 15 મે થી 20 મે, 2026 દરમિયાન યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન, તેઓ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને મળશે અને વિવિધ મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે. નેધરલેન્ડમાં, પ્રધાનમંત્રી રાજા વિલેમ-એલેક્ઝાન્ડરને મળશે અને પ્રધાનમંત્રી રોબ જેટેન સાથે વાતચીત કરશે. સ્વીડનમાં, તેઓ પ્રધાનમંત્રી ક્રિસ્ટરસન સાથે વાતચીત કરશે. નોર્વેમાં, તેઓ રાજા હેરાલ્ડ V ની મુલાકાત લેશે અને પ્રધાનમંત્રી જોનાસ ગાહર સ્ટોર (Jonas Gahr Støre) સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. ત્યારબાદ, તેઓ પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે વાતચીત કરવા માટે ઈટાલીની મુલાકાત લેશે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ડેનમાર્કના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમતી મેટ્ટે ફ્રેડરિકસેનનો ટેલિફોન કોલ મળ્યો
September 16th, 07:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડેનમાર્કના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમતી મેટ્ટે ફ્રેડરિકસેન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડેનમાર્કના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમતી મેટ્ટે ફ્રેડરિકસેન સાથે ટેલિફોનિક વાતચીત કરી
April 15th, 06:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ડેનમાર્કના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમતી મેટ્ટે ફ્રેડરિકસેન વચ્ચે આજે ટેલિફોનિક વાતચીત થઈ. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો તેમજ વૈશ્વિક વિકાસના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડેન્માર્કના પ્રધાનમંત્રી સાથે ટેલિફોન પર વાતચીત કરી
April 20th, 06:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડેનમાર્કના પ્રધાનમંત્રી સુશ્રી મેટ ફ્રેડરિકસેન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.પ્રધાનમંત્રીએ ડેનમાર્કના પ્રધાનમંત્રી તરીકે સુશ્રી મેટ ફ્રેડરિકસેનને પુનઃ ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા
December 15th, 11:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડેનમાર્કના પ્રધાનમંત્રી તરીકે સુશ્રી મેટ ફ્રેડરિકસેનને પુનઃ ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા છે.ડેનમાર્કના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રી શ્રી મોદીની મુલાકાત અંગેની પ્રેસ રિલીઝ
May 03rd, 06:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડેનમાર્કના પ્રધાનમંત્રી મહામહિમ કુ. મેટ્ટ ફ્રેડરિક્સન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.ડેનમાર્કના પ્રધાનમંત્રીની મુલાકાત દરમિયાન આદાન-પ્રદાન કરવામાં આવેલા એમઓયુ/કરારોની સૂચિ
October 09th, 03:54 pm
ડેનમાર્કના પ્રધાનમંત્રીની મુલાકાત દરમિયાન આદાન-પ્રદાન કરવામાં આવેલા એમઓયુ/કરારોની સૂચિડેન્માર્કના પ્રધાનમંત્રી મેટ્ટે ફ્રેડરિક્સન સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી મોદીનું સંબોધન
October 09th, 01:38 pm
કોરોના રોગચાળાની શરૂઆત પહેલાં, આ હૈદરાબાદ હાઉસ નિયમિતપણે સરકારના વડાઓ અને રાજ્યના વડાઓના સ્વાગતનું સાક્ષી બન્યું છે. છેલ્લા 18-20 મહિનાથી આ પ્રક્રિયા બંધ હતી. મને ખુશી છે કે ડેન્માર્કના પ્રધાનમંત્રીની મુલાકાતથી આજે એક નવી યાત્રા શરૂ થઈ રહી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટ્ટે ફ્રેડરિકસન વચ્ચે વર્ચ્યુઅલ શિખર મંત્રણા
September 27th, 07:00 pm
ભારતની યજમાનીમાં 28 સપ્ટેમ્બર 2020ના રોજ પ્રધાનમંત્રી અને પ્રધાનમંત્રી મેટ્ટે ફ્રેડરિકસન વચ્ચે વર્ચ્યુઅલ દ્વિપક્ષીય મંત્રણા યોજાવાની છે.Phone call between Prime Minister Shri Narendra Modi and her Excellency Mette Frederiksen, Prime Minister of Denmark
May 14th, 08:18 pm
Prime Minister Narendra Modi had a telephone conversation with Her Excellency Mette Frederiksen, Prime Minister of Denmark. The leaders compared notes on the steps taken in the two countries to tackle the COVID-19 pandemic.