પેરાગ્વેના રાષ્ટ્રપતિ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રારંભિક નિવેદન

June 02nd, 03:00 pm

અમે ભારતમાં આપનું અને આપના પ્રતિનિધિમંડળનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરીએ છીએ. પેરાગ્વે દક્ષિણ અમેરિકામાં એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. આપણી ભૌગોલિક સ્થિતિ અલગ હોઈ શકે છે, પરંતુ આપણે સમાન લોકશાહી મૂલ્યો શેર કરીએ છીએ અને લોકોની સુખાકારીની કાળજી રાખીએ છીએ.