પ્રધાનમંત્રીએ ભારતીય પુરુષ હોકી ટીમને એશિયા કપ 2025માં શાનદાર વિજય બદલ અભિનંદન પાઠવ્યા
September 08th, 07:20 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના રાજગીર ખાતે આયોજિત એશિયા કપ 2025માં શાનદાર વિજય બદલ ભારતીય પુરુષ હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું, આ વિજય વધુ ખાસ છે કારણ કે તેઓએ ડિફેન્ડિંગ ચેમ્પિયન દક્ષિણ કોરિયાને હરાવ્યું છે.રાષ્ટ્રીય રમતગમત દિવસ પર બિહારના રાજગીરમાં પુરુષ હોકી એશિયા કપ 2025 શરૂ થવા પર પ્રધાનમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી
August 28th, 09:33 pm
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આવતીકાલે, 29 ઓગસ્ટના રોજ બિહારના ઐતિહાસિક શહેર રાજગીરમાં શરૂ થનારા પુરુષ હોકી એશિયા કપ 2025ની પૂર્વસંધ્યાએ એશિયાભરની તમામ ભાગ લેતી ટીમો, ખેલાડીઓ, અધિકારીઓ અને સમર્થકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ બિહારની પ્રશંસા કરી, જેણે તાજેતરના સમયમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025, એશિયા રગ્બી U20 સેવન્સ ચેમ્પિયનશિપ 2025, ISTAF સેપકટકાવ વર્લ્ડ કપ 2024 અને મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024 જેવી મુખ્ય ટુર્નામેન્ટનું આયોજન કરીને એક જીવંત રમતગમત કેન્દ્ર તરીકે છાપ છોડી છે.