પ્રધાનમંત્રી 13-14 માર્ચે આસામની મુલાકાત લેશે

March 12th, 05:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13-14 માર્ચ 2026 ના રોજ આસામની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી કોકરાઝાર, ગુવાહાટી અને સિલ્ચરમાં ₹47,800 કરોડથી વધુના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે, શિલાન્યાસ કરશે, ભૂમિપૂજન કરશે અને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે.

પ્રધાનમંત્રીએ શિલોંગના લોકસભા સાંસદ ડૉ. રિકી એ.જે. સિંગકોનના નિધન પર શોક વ્યક્ત કર્યો

February 20th, 09:31 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિલોંગના લોકસભા સાંસદ ડૉ. રિકી એ.જે. સિંગકોનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

મેઘાલયના ઈસ્ટ જૈંતિયા હિલ્સમાં થયેલી દુર્ઘટનામાં જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો

February 05th, 08:36 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મેઘાલયના ઈસ્ટ જૈંતિયા હિલ્સમાં થયેલી દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF માંથી Rs. 2 લાખ અને ઈજાગ્રસ્તોને Rs. 50,000 ની સહાય (એક્સ-ગ્રેશિયા) જાહેર કરી હતી.

મેઘાલયના મુખ્ય મંત્રી પ્રધાનમંત્રીને મળ્યા

January 29th, 08:27 pm

મેઘાલયના મુખ્ય મંત્રી શ્રી કોનરાડ સંગમાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીએ સતત પ્રયત્નો અને પ્રગતિની ભાવનાને પ્રકાશિત કરતું સંસ્કૃત સુભાષિતમ શેર કર્યું; મણિપુર, મેઘાલય અને ત્રિપુરાના રાજ્ય સ્થાપના દિવસ પર પણ શુભેચ્છાઓ પાઠવી

January 21st, 09:28 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મણિપુર, મેઘાલય અને ત્રિપુરાના લોકોને તેમની ઉષ્માભરી શુભેચ્છાઓ પાઠવી છે કારણ કે ત્રણ પૂર્વોત્તર રાજ્યો તેમના રાજ્યનો સ્થાપના દિવસ ઉજવી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ મેઘાલયના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી

January 21st, 09:21 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મેઘાલયના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

'મન કી બાત'ના 123મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (29.06.2025)

June 29th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત'માં આપ સૌનું સ્વાગત છે, અભિનંદન છે. આપ સૌ આ સમયે યોગની ઉર્જા અને 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની સ્મૃતિઓથી ભરેલા હશો. આ વખતે પણ 21 જૂનના દિવસે દેશ અને દુનિયાના કરોડો લોકોએ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'માં ભાગ લીધો. તમને યાદ છે, આજથી દસ વર્ષ પહેલા તેની શરૂઆત થઈ હતી. હવે દસ વર્ષમાં આ સિલસિલો દર વર્ષે વધુને વધુ ભવ્ય બની રહ્યો છે. આ એનો પણ સંકેત આપે છે કે વધુને વધુ લોકો તેમના રોજિંદા જીવનમાં યોગ અપનાવી રહ્યા છે. આ વખતે આપણે 'યોગ દિવસ'ની ઘણી આકર્ષક તસવીરો જોઈ છે. વિશાખાપટ્ટનમના દરિયા કિનારે ત્રણ લાખ લોકોએ એક સાથે યોગ કર્યા. વિશાખાપટ્ટનમથી જ એક અદ્ભુત દ્રશ્ય સામે આવ્યું, બે હજારથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓએ 108 મિનિટ સુધી 108 સૂર્ય નમસ્કાર કર્યા. વિચારો કે કેટલી શિસ્ત અને સમર્પણ રહ્યું હશે. આપણા નૌકાદળના જહાજો પર પણ, યોગની ભવ્ય ઝલક જોવા મળી. તેલંગાણામાં ત્રણ હજાર દિવ્યાંગ સાથીઓએ સાથે મળીને યોગ શિબિરમાં ભાગ લીધો. તેમણે બતાવ્યું કે યોગ કેવી રીતે સશક્તિકરણનું માધ્યમ પણ છે.

પ્રધાનમંત્રીએ મેઘાલયના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી

January 21st, 08:44 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મેઘાલયના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી.

નવી દિલ્હીમાં અષ્ટલક્ષ્મી મહોત્સવના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 06th, 02:10 pm

આજે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ છે. બાબા સાહેબે બનાવેલું બંધારણ, બંધારણનો 75 વર્ષનો અનુભવ... દરેક દેશવાસીઓ માટે એક મહાન પ્રેરણા છે. તમામ દેશવાસીઓ વતી હું બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમને નમન કરું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદઘાટન કર્યું

December 06th, 02:08 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં તમામ મહાનુભાવોને આવકારતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ હતો. તેમણે ઉમેર્યું હતું કે, બાબાસાહેબ આંબેડકરે તૈયાર કરેલા બંધારણને 75 વર્ષ પૂર્ણ થયાં છે, જે તમામ નાગરિકો માટે મોટી પ્રેરણા છે. શ્રી મોદીએ ભારતના તમામ નાગરિકો વતી બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

મેઘાલયના રાજ્યપાલ પ્રધાનમંત્રીને મળ્યા

August 03rd, 10:05 pm

મેઘાલયના રાજ્યપાલ શ્રી સીએચ વિજયશંકરે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

ઝારખંડના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા

July 15th, 12:18 pm

ઝારખંડના મુખ્યમંત્રી શ્રી હેમંત સોરેન આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

પ્રધાનમંત્રીએ મેઘાલયના લોકોને રાજ્ય સ્થાપના દિવસ પર અભિનંદન આપ્યા

January 21st, 09:25 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યના સ્થાપના દિવસ પર મેઘાલયના લોકોને અભિનંદન પાઠવ્યા છે.

તમે તમારા ગામના મોદી છો, પ્રધાનમંત્રીએ મેઘાલયના રી ભોઈના સુશ્રી સિલ્મે મરાકને કહ્યું

January 18th, 03:47 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.

મંત્રીમંડળે ત્રિપુરામાં ખોવાઈ-હરિના માર્ગના 135 કિલોમીટરના પટ્ટાને સુધારવા અને પહોળા કરવા માટે મંજૂરી આપી

December 27th, 08:36 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ રાષ્ટ્રીય રાજમાર્ગ –208નાં કિમી 101.300 (ખોવાઈ)થી કિલોમીટર 236.213 (હરિના) સુધી માર્ગનાં પાકા ખભા સાથે બે લેનમાં સુધારો કરવા અને પહોળો કરવા માટે મંજૂરી આપી છે, જે ત્રિપુરા રાજ્યમાં કુલ 134.913 કિલોમીટરની લંબાઈને આવરી લે છે.

મેઘાલયના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

December 14th, 04:28 pm

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું: મેઘાલયના મુખ્યમંત્રી, શ્રી કોનરાડ સંગમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા.

મેઘાલયના પાઈનેપલ્સને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે તે સારી ગુણવત્તાના છે તેવી માન્યતા પ્રાપ્ત જોઈને આનંદ થયોઃ પ્રધાનમંત્રી

August 19th, 11:10 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મેઘાલયના પાઈનેપલ્સને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે તે સારી ગુણવત્તાના છે તેવી માન્યતા પ્રાપ્ત જોઈને તેઓ ખુશ છે.

મુખ્યમંત્રી, રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ અને મેઘાલય સરકારના મંત્રીઓએ પ્રધાનમંત્રી શ્રી સાથે મુલાકાત કરી

August 08th, 04:30 pm

મેઘાલયના મુખ્યમંત્રી શ્રી કે સંગમા, રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શ્રી થોમસ એ. સંગમા અને મેઘાલય સરકારના મંત્રીઓએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

આસામના પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને ધ્વજવંદન કરતા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 29th, 12:22 pm

આસામના રાજ્યપાલ શ્રી ગુલાબચંદ કટારિયા જી, મુખ્યમંત્રી ભાઈ હિમંતા બિસ્વા સરમાજી, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો અશ્વિની વૈષ્ણવજી, સર્બાનંદ સોનોવાલજી, રામેશ્વર તેલીજી, નિશીથ પ્રામાણિકજી, જોન બાર્લાજી, અન્ય તમામ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,

પ્રધાનમંત્રીએ ગુવાહાટીથી ન્યૂ જલપાઇગુડીને જોડતી આસામની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી

May 29th, 12:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આસામની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. આ વંદે ભારત એક્સપ્રેસ ગુવાહાટીને ન્યૂ જલપાઇગુડી ગુવાહાટી સાથે જોડશે અને બંને સ્ટેશવો વચ્ચેની મુસાફરીમાં 5 કલાક 30 મિનિટનો સમય લાગશે. પ્રધાનમંત્રીએ નવા ઇલેક્ટ્રોફાઇડ સેક્શનના 182 કિલોમીટરના રૂટનું પણ લોકાર્પણ કર્યું હતું અને આસામના લુમડિંગ ખાતે નવા બાંધવામાં આવેલા ડેમૂ/મેમૂ શેડનું ઉદ્ઘાટન કર્યું હતું.