વડાપ્રધાન મોદી ૧૫ થી ૧૯ જૂન દરમિયાન સાયપ્રસ પ્રજાસત્તાક, કેનેડા અને ક્રોએશિયાની મુલાકાત લેશે
June 14th, 11:58 am
વડાપ્રધાન મોદી ૧૫-૧૬ જૂને સાયપ્રસ, ૧૬-૧૭ જૂને G-૭ સમિટ માટે કેનેડા અને ૧૮ જૂને ક્રોએશિયાની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી સાયપ્રસના રાષ્ટ્રપતિ ક્રિસ્ટોડોલિડ્સ સાથે વાતચીત કરશે અને લિમાસોલમાં વ્યાપારી નેતાઓને સંબોધિત કરશે. બાદમાં કેનેડામાં, G7 સમિટમાં, પીએમ મોદી G-૭ દેશોના નેતાઓ સાથે વિચારોનું આદાન-પ્રદાન કરશે. ક્રોએશિયામાં, પીએમ મોદી પીએમ પ્લેન્કોવિક સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે અને ક્રોએશિયન રાષ્ટ્રપતિ જોરાન મિલાનોવિકને મળશે.ગ્રીસના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેસ નિવેદન
February 21st, 01:30 pm
પ્રધાનમંત્રી મિત્સો-ટાકિસ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતાં મને ઘણો આનંદ થાય છે. ગયા વર્ષે મારી ગ્રીસની મુલાકાત પછી તેમની ભારતની મુલાકાત એ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત થવાની નિશાની છે.અને સોળ વર્ષના આટલા લાંબા અંતરાલ પછી ગ્રીસના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત એ પોતાનામાં એક ઐતિહાસિક પ્રસંગ છે.