પ્રધાનમંત્રીએ મદીના અકસ્માતમાં ભારતીય નાગરિકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો
November 17th, 12:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના મદીનામાં થયેલા અકસ્માતમાં ભારતીય નાગરિકોના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે પોતાના પ્રિયજનો ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે.