PM to visit Assam on 20-21 December

December 19th, 02:29 pm

PM Modi will visit Assam on 20-21 December to launch multiple development projects. In Guwahati, the PM will pay tribute to martyrs at Swahid Smarak Kshetra and also inaugurate the new terminal building of Lokapriya Gopinath Bardoloi International Airport. Additionally, the PM will perform the Bhoomipujan of the new brownfield Ammonia-Urea Fertilizer Project at Namrup, which will benefit farmers across the region.

પ્રધાનમંત્રીએ 2001ના સંસદ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી

December 13th, 11:46 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​13 ડિસેમ્બર, 2001ના રોજ થયેલા ભયાનક આતંકવાદી હુમલા દરમિયાન ભારતની સંસદનું રક્ષણ કરતી વખતે પોતાના જીવનું બલિદાન આપનારા બહાદુર સુરક્ષા કર્મચારીઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ જલિયાંવાલા બાગના શહીદોને શ્રદ્ધાંજલિ આપી

April 13th, 09:03 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​જલિયાંવાલા બાગના શહીદોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે આવનારી પેઢીઓ હંમેશા તેમની અદમ્ય ભાવનાને યાદ રાખશે.

પ્રધાનમંત્રીએ 2001માં સંસદ પર થયેલા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી

December 13th, 10:21 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ​​2001માં સંસદ પર થયેલા હુમલામાં શહીદ થયેલા લોકોને આજે શ્રદ્ધાંજલિ આપી હતી.

જમ્મુ અને કાશ્મીરના દ્રાસ ખાતે કારગિલ વિજય દિવસ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 26th, 09:30 am

લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બી.ડી. મિશ્રા જી, કેન્દ્રીય મંત્રી સંજય સેઠ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાઓના ચીફ ઓફ આર્મી સ્ટાફ, કારગીલ યુદ્ધ દરમિયાન આર્મી ચીફ રહેલા જનરલ વીપી મલિક જી, ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ પાંડે જી, વીરતા પુરસ્કાર પ્રાપ્ત સેવા આપતા અને નિવૃત્ત સૈનિકો, કારગિલ યુદ્ધના બહાદુર યોદ્ધાઓની માતાઓ, બહાદુર મહિલાઓ અને તેમના તમામ પરિવારો,

પ્રધાનમંત્રીએ કારગિલ વિજય દિવસ પર શ્રદ્ધાંજલિ આપી અને લદ્દાખમાં શ્રદ્ધાંજલિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

July 26th, 09:20 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લદ્દાખમાં 25માં કારગિલ વિજય દિવસનાં પ્રસંગે ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે શ્રદ્ધાંજલિ સમરોહમાં પણ હાજરી આપી હતી. પ્રધાનમંત્રીએ ગૌરવ ગાથા સાંભળીઃ એનસીઓ દ્વારા કારગિલ યુદ્ધ પરની સંક્ષિપ્ત જાણકારી આપવામાં આવી તથા અમર સ્મારક: હટ ઓફ રિમેમ્બરન્સની મુલાકાત લીધી હતી. તેમણે વીર ભૂમિની પણ મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રીએ પુલવામામાં શહીદ થયેલા બહાદુર નાયકોને શ્રદ્ધાંજલિ આપી

February 14th, 11:10 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2019માં પુલવામામાં શહીદ થયેલા બહાદુર નાયકોને યાદ કર્યા.

પ્રધાનમંત્રીએ વિજય દિવસના અવસર પર બહાદુર નાયકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી

December 16th, 09:44 am

વિજય દિવસના અવસર પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 1971ના યુદ્ધમાં ભારતની ફરજ નિષ્ઠાપૂર્વક સેવા કરનાર બહાદુર નાયકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીએ 2001માં સંસદ હુમલામાં શહીદ થયેલા બહાદુર સુરક્ષાકર્મીઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી

December 13th, 09:47 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2001માં સંસદ હુમલામાં શહીદ થયેલા બહાદુર સુરક્ષા કર્મચારીઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રી શ્રીએ વિજય દિવસની પૂર્વસંધ્યાએ આર્મી હાઉસ ખાતે 'એટ હોમ' રિસેપ્શનમાં હાજરી આપી

December 15th, 08:13 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિજય દિવસની પૂર્વ સંધ્યાએ આર્મી હાઉસ ખાતે 'એટ હોમ' રિસેપ્શનમાં હાજરી આપી હતી.

આપણા યુવાનો દરેક ક્ષેત્રમાં દેશને ગૌરવ અપાવી રહ્યા છે: વડાપ્રધાન મોદી મન કી બાત દરમિયાન

July 31st, 11:30 am

સાથીઓ, ૩૧ જુલાઈ અર્થાત્ આજના જ દિવસે, આપણે બધાં દેશવાસીઓ, શહીદ ઉધમસિંહજીની શહીદીને નમન કરીએ છીએ. હું આવા અન્ય બધાં મહાન ક્રાંતિકારીઓને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું, જેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરી દીધું.

આપણે પાણી બચાવવા માટે તમામ પ્રયાસો કરવા જોઈએઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી

March 27th, 11:00 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. વિતેલા સપ્તાહે આપણે એક એવી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી જેણે આપણને બધાંને ગર્વાન્વિત કર્યા. તમે સાંભળ્યું હશે કે ભારતે ગત સપ્તાહે ૪૦૦ અબજ ડૉલર, એટલે કે ૩૦ લાખ કરોડ રૂપિયાનું નિકાસ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. પહેલી વાર સાંભળવામાં લાગે છે કે આ અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી વાત છે, પરંતુ આ અર્થવ્યવસ્થાથી પણ વધુ, ભારતના સામર્થ્ય, ભારતની ક્ષમતા સાથે જોડાયેલી વાત છે. એક સમયે ભારતનો નિકાસનો આંકડો ક્યારેક ૧૦૦ અબજ, ક્યારેક દોઢસો અબજ, ક્યારેક ૨૦૦ અબજ સુધી રહેતો હતો. હવે આજે જ્યારે ભારત ૪૦૦ અબજ ડૉલર પર પહોંચી ગયું છે ત્યારે તેનો એક અર્થ એ છે કે દુનિયા ભરમાં ભારતમાં બનેલી ચીજોની માગ વધી રહી છે. બીજો અર્થ એ છે કે ભારતની સપ્લાય ચેઇન દિન-પ્રતિદિન મજબૂત થઈ રહી છે અને તેનો એક બહુ મોટો સંદેશ પણ છે. દેશ વિરાટ ડગલું જ્યારે ભરે છે, જ્યારે સપનાંઓથી મોટા સંકલ્પ હોય છે, જ્યારે સંકલ્પ માટે દિવસ-રાત પ્રમાણિકતાથી પ્રયાસ થાય છે તો તે સંકલ્પ સિદ્ધ પણ થાય છે. અને તમે જુઓ, કોઈ વ્યક્તિના જીવનમાં પણ તો આવું જ થતું હોય છે. જ્યારે કોઈના સંકલ્પ, તેના પ્રયાસ, તેનાં સપનાંથી પણ મોટા થઈ જાય છે તો સફળતા તેની પાસે સામે ચાલીને આવે છે.

ભારતીય સંસ્કૃતિની જીવંતતાએ હંમેશા વિશ્વભરના લોકોને આકર્ષ્યા છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી

January 30th, 11:30 am

સાથીઓ, આઝાદીના અમૃત મહોત્સવમાં દેશ આ પ્રયાસોના માધ્યમથી પોતાના રાષ્ટ્રીય પ્રતિકોને પુનઃ પ્રતિષ્ઠિત કરી રહ્યો છે. આપણે જોયું કે, ઇન્ડિયા ગેટને અડીને “અમર જવાન જયોતિ” છે અને નજીકમાં જ “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” પર પ્રજ્જવલિત જયોત છે તેને એક કરી દેવામાં આવી છે. આ ભાવુક અવસરે કેટલાય દેશવાસીઓ અને શહીદ પરિવારોની આંખોમાં આંસુ હતા. “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” માં આઝાદી પછી શહીદ થયેલા દેશના તમામ વીરોના નામ અંકિત કરવામાં આવ્યા છે. સેનાના કેટલાક ભૂતપૂર્વ જવાનોએ મને પત્ર લખીને કહ્યું છે કે, “શહીદોની સ્મૃતિની સામે પ્રજ્જવલિત થઇ રહેલી અમર જવાન જયોતિ શહીદોના અમરત્વનું પ્રતિક છે.” ખરેખર “અમર જવાન જયોતિ”ની જેમ જ આપણા શહીદો, તેમની પ્રેરણા અને તેમનું યોગદાન પણ અમર છે. હું આપ સૌને કહીશ કે, જયારે પણ તક મળે “રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક” પર જરૂર જજો. પોતાના પરિવાર અને બાળકોને પણ ચોકક્સ લઇ જજો. ત્યાં તમને એક અલગ ઊર્જા અને પ્રેરણાનો અનુભવ થશે.

પ્રધાનમંત્રીએ 2001ના સંસદ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી

December 13th, 11:42 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2001માં સંસદ હુમલા દરમિયાન ફરજ બજાવતા શહીદ થયેલા તમામ સુરક્ષા કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીએ મણિપુરમાં આસામ રાઈફલ્સના કાફલા પર હુમલાની નિંદા કરી

November 13th, 07:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મણિપરુમાં આસામ રાઈફલ્સના કાફલા પર થયેલા હુમલાની નિંદા કરી છે. તેમણે આજે શહીદ થયેલા જવાનો અને તેમના પરિજનોને શ્રદ્ધાંજલિ આપી.

નવી દિલ્હીમાં સંરક્ષણ કચેરીઓના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 16th, 11:01 am

કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી મંડળના મારા વરિષ્ઠ સહયોગી શ્રીમાન રાજનાથ સિંહજી, હરદીપ સિંહ પુરીજી, અજય ભટ્ટજી, કૌશલ કિશોરજી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતજી, ત્રણેય સેનાઓના પ્રમુખ, વરિષ્ઠ અધિકારીગણ, અન્ય મહાનુભવ, દેવીઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રીએ કસ્તુરબા ગાંધી માર્ગ અને આફ્રિકા એવેન્યુ ખાતે સંરક્ષણ કચેરીઓના પરિસરોનું ઉદ્ઘાટન કર્યું

September 16th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં કસ્તુરબા ગાંધી માર્ગ અને આફ્રિકા એવેન્યુ ખાતે સંરક્ષણ કચેરીઓના પરિસરોનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આફ્રિકા એવેન્યુ ખાતે સંરક્ષણ કચેરીના પરિસરની મુલાકાત પણ લીધી હતી અને સૈન્ય, નૌકાદળ તેમજ વાયુદળના જવાનો અને નાગરિક અધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો.

નવનિર્મિત જલિયાંવાલા બાગ સ્મારક સંકુલ રાષ્ટ્રને સમર્પિત કર્યા પછી પ્રધાનમંત્રીના પ્રવચનનો મૂળપાઠ

August 28th, 08:48 pm

પંજાબની વીર ભૂમિને, જલિયાંવાલા બાગની પવિત્ર માટીને, મારા ખૂબ ખૂબ પ્રણામ! ભારત માતાના એ સંતાનોને પણ નમન કે જેમની અંદર સળગી રહેલી આઝાદીની આગને બુઝાવવા માટે અમાનવિયતાની તમામ હદ પાર કરી દેવાઈ હતી. એ માસૂમ બાળકો અને બાલિકાઓ, એ બહેનો, એ ભાઈઓ કે જેમના સપનાં આજે પણ જલિયાંવાલા બાગની દિવાલોમાં અંકિત ગોળીઓના નિશાનોમાં જણાઈ આવે છે. એ શહીદ કૂવો, કે જ્યાં અનેક માતાઓ અને બહેનોની મમતા છીનવાઈ ગઈ હતી. તેમનું જીવન છીનવી લેવામાં આવ્યું હતું. તેમના સપનાં કચડી નાંખવામાં આવ્યા હતા. આ તમામને આજે આપણે યાદ કરી રહ્યા છીએ.

પ્રધાનમંત્રીએ નવીનીકરણ કરાયેલું જલિયાવાલા બાગ સ્મારક સંકુલ રાષ્ટ્રને અર્પણ કર્યું

August 28th, 08:46 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવીનીકરણ કરાયેલા જલિયાવાલા બાગ સ્મારક સંકુલને આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, તેમણે સ્મારક ખાતે શરૂ કરવામાં આવેલી સંગ્રહાલય ગેલેરીઓનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સરકારે આ સંકુલને અપગ્રેડ કરવા માટે હાથ ધરેલી વિકાસની બહુવિધ પહેલો દર્શાવવામાં આવી હતી.

પુન:નિર્મિત જલિયાંવાલા બાગ સ્મારકની ઝલક

August 27th, 07:38 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવાર 28 ઓગસ્ટના રોજ જલિયાંવાલા બાગ સ્મારકનું નવીનીકરણ કરાયેલ સંકુલ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ સ્મારક ખાતે વિકસિત મ્યુઝિયમ ગેલેરીનું ઉદ્ઘાટન કરશે. આ ઇવેન્ટ સંકુલને અપગ્રેડ કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલી બહુવિધ વિકાસ પહેલને પણ પ્રદર્શિત કરશે.