દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

April 27th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે જ્યારે હું તમારી સાથે 'મન કી બાત' કરી રહ્યો છું તો મનમાં ભારે પીડા છે. 22 એપ્રિલે પહલગામમાં થયેલા ત્રાસવાદી આક્રમણે દેશના દરેક નાગરિકને દુઃખ પહોંચાડ્યું છે. પીડિત પરિવારો પ્રત્યે દરેક ભારતીયના મનમાં ઊંડી સંવેદના છે. ભલે તે કોઈ પણ રાજ્યનો હોય, કોઈ પણ ભાષા બોલતો હોય, પરંતુ તે એ લોકોની પીડાને અનુભવી રહ્યો છે, જેમણે આ આક્રમણમાં પોતાના પરિજનોને ખોયા છે. મને અનુભૂતિ છે કે દરેક ભારતીયનું લોહી, ત્રાસવાદી આક્રમણની છબિઓને જોઈને ઉકળી રહ્યું છે. પહલગામમાં થયેલું આ આક્રમણ, ત્રાસવાદીના સંરક્ષકોની હતાશા દેખાડે છે, તેમની કાયરતા દેખાડે છે. જ્યારે કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી હતી, શાળા-કૉલેજોમાં એક ઉમંગ હતો, નિર્માણ કાર્યોમાં અભૂતપૂર્વ ગતિ આવી હતી, લોકતંત્ર મજબૂત થઈ રહ્યું હતું, પર્યટકોની સંખ્યામાં વિક્રમી વૃદ્ધિ થઈ રહી હતી, લોકોની કમાણી વધી રહી હતી, યુવાનો માટે નવા અવસર તૈયાર થઈ રહ્યા હતા. દેશના દુશ્મનોને, જમ્મુ-કાશ્મીરના દુશ્મનોને આ રુચ્યું નહીં. આતંકવાદી અને આતંકવાદીઓના આકા ઇચ્છે છે કે કાશ્મીર ફરીથી નાશ પામે અને એટલા માટે આટલા મોટા ષડયંત્રને તેમણે પાર પાડ્યું. આતંકવાદ વિરુદ્ધ આ યુદ્ધમાં દેશની એકતા, 140 કરોડ ભારતીયોનો સંપ, આપણી સૌથી મોટી શક્તિ છે. આ એકતા જ આતંકવાદ વિરુદ્ધ આપણી નિર્ણાયક લડાઈનો આધાર છે. આપણે દેશ સામે આવેલા આ પડકારનો સામનો કરવા માટે આપણા સંકલ્પને મજબૂત કરવાનો છે. આપણે એક રાષ્ટ્રના રૂપમાં દૃઢ ઇચ્છાશક્તિનું પ્રદર્શન કરવું છે.

ભારતીય અવકાશ સંગઠનના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 11th, 11:19 am

તમારી યોજનાઓ, તમારા વિઝનને સાંભળીને તથા તમારા સૌનો જુસ્સો જોઈને મારો ઉત્સાહ પણ અનેક ઘણો વધી ગયો છે.

પ્રધાનમંત્રીએ ભારતીય અવકાશ સંગઠનનો પ્રારંભ કર્યો

October 11th, 11:18 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ભારતીય અવકાશ સંગઠન (ISPA)નો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે અવકાશ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે સંવાદ પણ કર્યો હતો.

1975ની કટોકટી એ આપણી લોકશાહીની કાળરાત્રી હતી: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી.

June 25th, 12:21 pm

મન કી બાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જૂન 1975માં લાદવામાં આવેલી કટોકટી એ ભારતીય લોકશાહીનો સૌથી ખરાબ કાળ હતો. તેમણે કેવીરીતે હજારો લોકોના હક્ક ખૂંચવી લેવામાં આવ્યા જેમણે તેમનો અવાજ ઉઠાવ્યો અને એમને જેલમાં નાખી દેવામાં આવ્યા તેના પર વિસ્તારથી ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ સ્વચ્છતા, હાલમાં થયેલા ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, અવકાશ વિજ્ઞાન અને ખેલની આવશ્યકતા પર પણ પ્રકાશ ફેંક્યો હતો