મુંબઈમાં મેરીટાઇમ લીડર્સ કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 29th, 04:09 pm
મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સાથીઓ સર્બાનંદ સોનોવાલજી, શાંતનુ ઠાકુરજી, કીર્તિ વર્ધન સિંહજી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેજી, અજિત પવારજી, શિપિંગ અને અન્ય ઉદ્યોગોના નેતાઓ, અન્ય મહાનુભાવો તેમજ દેવીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં ઈન્ડિયા મેરીટાઇમ વીક 2025 ખાતે મેરીટાઇમ લીડર્સ કોન્ક્લેવને સંબોધિત કર્યુ
October 29th, 04:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના મુંબઈમાં ઇન્ડિયા મેરીટાઇમ વીક 2025 ખાતે મેરીટાઇમ લીડર્સ કોન્ક્લેવને સંબોધિત કર્યું હતું અને ગ્લોબલ મેરીટાઇમ સીઈઓ ફોરમની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ ગ્લોબલ મેરીટાઇમ લીડર્સ કોન્ક્લેવમાં તમામ સહભાગીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે ટિપ્પણી કરી હતી કે આ કાર્યક્રમ 2016માં મુંબઈમાં શરૂ થયો હતો અને ખુશી વ્યક્ત કરી હતી કે તે હવે વૈશ્વિક સમિટમાં વિકસિત થયો છે. શ્રી મોદીએ ભાર મૂક્યો હતો કે 85થી વધુ દેશોની ભાગીદારી એક મજબૂત સંદેશ આપે છે. તેમણે આ કાર્યક્રમમાં મોટી શિપિંગ કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ, નીતિ નિર્માતાઓ અને નવીનતાઓના સીઈઓની હાજરીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે નાના ટાપુ રાષ્ટ્રોના પ્રતિનિધિઓની હાજરીનો પણ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમના સામૂહિક દ્રષ્ટિકોણથી સમિટની તાલમેલ અને ઉર્જામાં નોંધપાત્ર વધારો થયો છે.22મા આસિયાન-ભારત શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રીની પ્રારંભિક ટિપ્પણી
October 26th, 02:20 pm
હું આસિયાનના સફળ અધ્યક્ષપદ બદલ પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હું ભારતના 'રાષ્ટ્ર સંયોજક' તરીકે કાર્યક્ષમ રીતે સેવા આપવા બદલ ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ માર્કોસનો આભાર માનું છું. અને હું આસિયાનના નવા સભ્ય તરીકે તિમોર-લેસ્ટેનું સ્વાગત કરું છું.કુઆલાલંપુરમાં 22મા આસિયાન-ભારત સમિટમાં પ્રધાનમંત્રીની ભાગીદારી
October 26th, 02:06 pm
22મું આસિયાન-ભારત સમિટ 26 ઓક્ટોબર 2025 ના રોજ યોજાયું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ સમિટમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી અને આસિયાન નેતાઓએ સંયુક્ત રીતે આસિયાન-ભારત સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરી અને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટેની પહેલોની ચર્ચા કરી. ભારત-આસિયાન સમિટમાં પ્રધાનમંત્રીની આ 12મી ભાગીદારી હતી.યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
October 09th, 11:25 am
આજે મુંબઈમાં પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરનું તેમની પ્રથમ ભારત મુલાકાત પર સ્વાગત કરતાં મને આનંદ થાય છે.મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્તવ્ય
September 11th, 12:30 pm
આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ સદીઓ પહેલાં ભારતથી મોરેશિયસ પહોંચી હતી અને ત્યાંના દૈનિક જીવનનો એક અભિન્ન અંગ બની ગઈ. કાશીમાં માતા ગંગાના અવિરત પ્રવાહની જેમ ભારતીય સંસ્કૃતિનો અવિરત પ્રવાહ મોરેશિયસને સમૃદ્ધ બનાવી રહ્યો છે. અને આજે, જ્યારે આપણે કાશીમાં મોરેશિયસના મિત્રોનું સ્વાગત કરી રહ્યા છીએ, ત્યારે તે ફક્ત ઔપચારિકતા નથી, પરંતુ એક આધ્યાત્મિક જોડાણ છે. તેથી જ હું ગર્વથી કહું છું કે ભારત અને મોરેશિયસ ફક્ત ભાગીદાર નથી, પરંતુ એક પરિવાર છે.ભારત સિંગાપોર સંયુક્ત નિવેદન
September 04th, 08:04 pm
સિંગાપોર પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી લોરેન્સ વોંગની ભારત પ્રજાસત્તાકની સત્તાવાર મુલાકાત પ્રસંગે ભારત અને સિંગાપોર વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી માટેના રોડમેપ પર સંયુક્ત નિવેદનસિંગાપોરના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
September 04th, 12:45 pm
હું પદ સંભાળ્યા પછી પ્રધાનમંત્રી વોંગનું તેમની પ્રથમ ભારત મુલાકાત પર હાર્દિક સ્વાગત કરું છું. આ મુલાકાત વધુ ખાસ છે. કારણ કે આ વર્ષે આપણે આપણા સંબંધોની 60મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ.જાપાનના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા પ્રેસ નિવેદન
August 29th, 03:59 pm
આજે અમે અમારી ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીમાં એક નવા અને સુવર્ણ પ્રકરણ માટે મજબૂત પાયો નાખ્યો છે. અમે આગામી દાયકા માટે એક રોડમેપ બનાવ્યો છે. રોકાણ, નવીનતા, આર્થિક સુરક્ષા, પર્યાવરણ, ટેકનોલોજી, આરોગ્ય, ગતિશીલતા, લોકો-થી-લોકોના આદાનપ્રદાન અને રાજ્ય-પ્રીફેક્ચર ભાગીદારી અમારા વિઝનના કેન્દ્રમાં મુખ્ય ક્ષેત્રો છે. અમે આગામી દસ વર્ષમાં જાપાન તરફથી ભારતમાં 10 ટ્રિલિયન યેન રોકાણનું લક્ષ્ય રાખ્યું છે. ભારત અને જાપાનના નાના અને મધ્યમ ઉદ્યોગો અને સ્ટાર્ટ-અપ્સને જોડવા પર ખાસ ભાર મૂકવામાં આવશે.ફીજીના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલા પ્રેસ નિવેદનનો મૂળપાઠ
August 25th, 12:30 pm
તે સમયે, અમે ફોરમ ફોર ઇન્ડિયા - પેસિફિક આઇલેન્ડ્સ કોઓપરેશન, એટલે કે 'FIPIC' શરૂ કર્યું હતું. તે પહેલથી માત્ર ભારત-ફિજી સંબંધોને જ નહીં, પરંતુ સમગ્ર પેસિફિક ક્ષેત્ર સાથેના અમારા જોડાણને પણ નવી તાકાત મળી છે. અને આજે, પ્રધાનમંત્રી રમ્બુકાજીની આ મુલાકાતથી આપણે આપણા પરસ્પર સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરી રહ્યા છીએ.ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનેન્ડ આર. માર્કોસ જુનિયર સાથેની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 05th, 03:45 pm
તમારું અને તમારા પ્રતિનિધિમંડળનું ભારતમાં હૃદયપૂર્વક સ્વાગત છે. આજે આપણા દ્વિપક્ષીય સંબંધો માટે એક ઐતિહાસિક દિવસ છે. આપણે ભારત-ફિલિપાઇન્સ સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે લઈ જઈ રહ્યા છીએ. આનાથી આપણા સંબંધોને એક નવી ગતિ અને ઊંડાણ મળશે. સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રમાં આપણા સંબંધો વધુ મજબૂત બનશે. છેલ્લા કેટલાક વર્ષોમાં, તમામ ક્ષેત્રોમાં આપણા સંબંધોમાં પ્રગતિ થઈ છે. આમાં વેપાર, સંરક્ષણ, દરિયાઈ, આરોગ્ય, સુરક્ષા, ખાદ્ય સુરક્ષા, વિકાસ ભાગીદારી અને લોકો વચ્ચેના સંબંધોનો સમાવેશ થાય છે. ખૂબ જ ખુશીની વાત છે કે આજે આપણે આગામી પાંચ વર્ષ માટે કાર્ય યોજના બનાવી રહ્યા છીએ.ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્ત્વ્ય
August 05th, 11:06 am
સૌ પ્રથમ, હું રાષ્ટ્રપતિ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ વર્ષે ભારત અને ફિલિપાઇન્સ તેમના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. અને આ સંદર્ભમાં, તેમની મુલાકાતનું વિશેષ મહત્વ છે. આપણા રાજદ્વારી સંબંધો નવા હોઈ શકે છે, પરંતુ આપણી સંસ્કૃતિઓ ખૂબ જ પ્રાચીન સમયથી સંપર્કમાં છે. ફિલિપાઇન્સની રામાયણ - મહારાડિયા લવાના - આપણા સદીઓ જૂના સાંસ્કૃતિક સંબંધોનો જીવંત પુરાવો છે. હમણાં જ બહાર પાડવામાં આવેલી ટપાલ ટિકિટો જેમાં બંને દેશોના રાષ્ટ્રીય ફૂલો છે, તે આપણી મિત્રતાની સુગંધ દર્શાવે છે.પ્રધાનમંત્રી માલદીવના રાષ્ટ્રપતિને મળ્યા
July 25th, 08:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે માલદીવ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મોહમ્મદ મુઇઝુને માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલયમાં મળ્યા. મુલાકાત પહેલા, રાષ્ટ્રપતિ મુઇઝુએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું અને રિપબ્લિક સ્ક્વેર પર તેમનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. આ મુલાકાત ઉષ્માભરી અને બંને રાષ્ટ્રો વચ્ચેની ઊંડી મિત્રતાની પુષ્ટિ કરતી હતી.વડાપ્રધાનની યુનાઇટેડ કિંગડમ અને માલદીવની મુલાકાત (23 - 26 જુલાઈ, 2025)
July 20th, 10:49 pm
વડાપ્રધાન મોદી 23 થી 26 જુલાઈ દરમિયાન યુકેની સત્તાવાર મુલાકાત અને માલદીવની રાજ્ય મુલાકાત લેશે. તેઓ પીએમ સ્ટારમર સાથે વ્યાપક ચર્ચા કરશે અને તેઓ સીએસપીની પ્રગતિની સમીક્ષા પણ કરશે. વડાપ્રધાન મોદી 26 જુલાઈએ માલદીવની સ્વતંત્રતાની 60મી વર્ષગાંઠની ઉજવણીમાં 'ગેસ્ટ ઓફ ઓનર' રહેશે. તેઓ માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝુને મળશે અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નામિબિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
July 09th, 07:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નામિબિયાની તેમની સત્તાવાર મુલાકાત પર રાજધાની વિન્ડહોક સ્થિત સ્ટેટ હાઉસ ખાતે નામિબિયાના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. નેતુમ્બો નંદી-નદૈતવાહને મળ્યા હતા. રાષ્ટ્રપતિ નંદી-નદૈતવાહે પ્રધાનમંત્રી મોદીનું સ્ટેટ હાઉસ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. શ્રી મોદીનું ઔપચારિક સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. છેલ્લા 27 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા નામિબિયાની આ પહેલી મુલાકાત છે. આ વર્ષે માર્ચમાં પદ સંભાળ્યા પછી રાષ્ટ્રપતિ નંદી-નદૈતવાહ દ્વારા નામિબિયાની આ પહેલી દ્વિપક્ષીય સત્તાવાર મુલાકાત પણ છે.ઘાનાના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
July 03rd, 12:32 am
ત્રણ દાયકાના લાંબા ગાળા પછી, કોઈ ભારતીય પ્રધાનમંત્રી ઘાનાની મુલાકાતે આવી રહ્યા છે.સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પ્રેસ નિવેદન
June 16th, 01:45 pm
સૌ પ્રથમ, હું માનનીય રાષ્ટ્રપતિનો ઉષ્માભર્યું સ્વાગત અને ઉદાર આતિથ્ય માટે હૃદયપૂર્વક આભાર માનું છું. ગઈકાલે સાયપ્રસની ધરતી પર પગ મૂક્યો ત્યારથી, રાષ્ટ્રપતિ અને આ દેશના લોકોએ બતાવેલી ઉષ્મા અને સ્નેહ ખરેખર મારા હૃદયને સ્પર્શી ગયો છે.પ્રધાનમંત્રીનું અંગોલાના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ વક્તવ્ય
May 03rd, 01:00 pm
હું રાષ્ટ્રપતિ લોરેન્કો અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ એક ઐતિહાસિક ક્ષણ છે. 38 વર્ષ પછી અંગોલાના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની મુલાકાત ભારત-અંગોલા સંબંધોને નવી દિશા અને ગતિ આપે છે એટલું જ નહીં પરંતુ ભારત-આફ્રિકા ભાગીદારીને પણ મજબૂત બનાવે છે.પ્રધાનમંત્રીની સાઉદી અરેબિયાની સત્તાવાર મુલાકાતનાં સમાપન પ્રસંગે સંયુક્ત નિવેદન
April 23rd, 12:44 pm
સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને સાઉદી અરેબિયાના પ્રધાનમંત્રી મહામહિમ રાજકુમાર મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલઅઝીઝ અલ સઉદના આમંત્રણ પર પ્રજાસત્તાક ભારતનાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 22 એપ્રિલ, 2025નાં રોજ સાઉદી અરેબિયાની સત્તાવાર મુલાકાત લીધી હતી.થાઇલેન્ડના બેંગકોકમાં છઠ્ઠા BIMSTEC સમિટમાં પ્રધાનમંત્રીનું સંબોધન
April 04th, 12:59 pm
આજે, હું આ સમિટના સફળતાપૂર્વક આયોજન માટે થાઇલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શિનાવાત્રાજીનો આભાર વ્યક્ત કરું છું.