પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્ર દિવસ પર મહારાષ્ટ્રના લોકોને શુભેચ્છાઓ પાઠવી
May 01st, 09:14 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે મહારાષ્ટ્રના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે.મુંબઈમાં વેવ્સ સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 01st, 03:35 pm
વેવ્ઝ સમિટમાં ઉપસ્થિત, મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનજી, મહારાષ્ટ્રના લોકપ્રિય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ અશ્વિની વૈષ્ણવજી, એલ. મુરુગનજી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેજી, અજિત પવારજી, વિશ્વના ખૂણે ખૂણેથી સર્જનાત્મક જગતના બધા દિગ્ગજો, વિવિધ દેશોના માહિતી, સંદેશાવ્યવહાર, કલા અને સંસ્કૃતિ વિભાગના મંત્રીઓ, વિવિધ દેશોના રાજદૂતો, વિશ્વના ખૂણેથી જોડાયેલા સર્જનાત્મક જગતના ચહેરાઓ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ WAVES 2025નું ઉદઘાટન કર્યું
May 01st, 11:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટર ખાતે વેવ્સ 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. જે આ પ્રકારની સૌપ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ છે. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે આજે ઉજવાતા મહારાષ્ટ્ર દિવસ અને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી હતી. રચનાત્મક ઉદ્યોગનાં તમામ આંતરરાષ્ટ્રીય મહાનુભાવો, રાજદૂતો અને નેતાઓની હાજરીને બિરદાવતાં પ્રધાનમંત્રીએ આ સમારંભનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને એ જણાવ્યું હતું કે, 100થી વધારે દેશોનાં કલાકારો, નવપ્રવર્તકો, રોકાણકારો અને નીતિનિર્માતાઓ પ્રતિભા અને રચનાત્મકતાની વૈશ્વિક ઇકોસિસ્ટમનો પાયો નાંખવા એકત્ર થયા છે. તેમણે નોંધ્યું હતું કે, વેવ્સ એ માત્ર સંક્ષિપ્ત શબ્દ જ નથી, પરંતુ સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને સાર્વત્રિક જોડાણનું પ્રતિનિધિત્વ કરતું મોજું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સમિટ ફિલ્મો, સંગીત, ગેમિંગ, એનિમેશન અને સ્ટોરીટેલિંગની વિસ્તૃત દુનિયાને પ્રદર્શિત કરે છે. જે કલાકારો અને સર્જકોને જોડાવા અને સહયોગ કરવા માટે એક વૈશ્વિક મંચ પ્રદાન કરે છે. પ્રધાનમંત્રીએ આ ઐતિહાસિક પ્રસંગે તમામ સહભાગીઓને અભિનંદન આપ્યાં હતાં તથા ભારત અને વિદેશમાંથી આવેલા વિશિષ્ટ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્ર દિવસ પર મહારાષ્ટ્રના લોકોને શુભેચ્છા પાઠવી
May 01st, 10:25 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્ર દિવસ પર મહારાષ્ટ્રના લોકોને શુભેચ્છા પાઠવી હતી.