ટીવી9 સમિટ 2026માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 23rd, 08:30 pm
સાથીઓ, આજે જ્યારે દુનિયા, conflicts (સંઘર્ષો) ને કારણે ગૂંચવાયેલી છે, જ્યારે આ સંઘર્ષોની દુષ્પ્રેરણા આખી દુનિયા પર દેખાઈ રહી છે, ત્યારે India and the world ની વાત કરવી ખૂબ જ પ્રાસંગિક છે. ભારત આજે એ દેશ છે, જેની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે. 2014 પહેલાની સ્થિતિઓને પાછળ છોડીને આજે ભારત એક નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. હવે ભારત પડકારોને ટાળતું નથી પરંતુ પડકારો સામે ટકરાય છે. તમે છેલ્લા 5-6 વર્ષમાં જુઓ, કોરોનાની મહામારી પછી પડકારો એક પછી એક વધતા જ ગયા છે. એવું કોઈ વર્ષ નથી, જેણે ભારતની, ભારતીયોની પરીક્ષા ન લીધી હોય. પરંતુ 140 કરોડ દેશવાસીઓના એકજૂટ પ્રયાસથી ભારત દરેક આપત્તિનો સામનો કરતા આગળ વધી રહ્યું છે. આ સમયે યુદ્ધની પરિસ્થિતિઓમાં પણ ભારતની નીતિ અને વ્યૂહરચના જોઈને, ભારતનું સામર્થ્ય જોઈને દુનિયાના અનેક દેશો હેરાન છે. આપણે ત્યાં કહેવત છે, સાંચ કો આંચ નહીં. 28 ફેબ્રુઆરીથી દુનિયામાં જે ઉથલપાથલ મચી છે, આ કઠોર વિપરીત પરિસ્થિતિઓમાં પણ ભારત પ્રગતિના, વિકાસના, વિશ્વાસના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. આ 23 દિવસોમાં ભારતે પોતાની Relationship Building Capacity બતાવી છે, Decision Making Capacity બતાવી છે અને Crisis Management Capacity બતાવી છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ TV-9 નેટવર્ક સમિટને સંબોધિત કરી
March 23rd, 08:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'ભારત અને વિશ્વ' થીમ પર આધારિત TV9 સમિટને સંબોધિત કરી હતી. અભૂતપૂર્વ અને ગંભીર વૈશ્વિક પરિસ્થિતિઓને સ્વીકારતા, પ્રધાનમંત્રીએ એક નિર્ણાયક વળાંક પર વિચારોના આદાનપ્રદાન માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બનાવવા બદલ TV9 નેટવર્કની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આજે વિશ્વ જે ગંભીર પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યું છે તે અભૂતપૂર્વ અને અત્યંત ગંભીર છે, અને આની વચ્ચે TV9 નેટવર્કે વિચારો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ ઊભું કર્યું છે.Tiruchirappalli turns out in huge numbers for PM Modi’s public meeting
March 11th, 06:00 pm
At a massive public meeting in Tamil Nadu’s Tiruchirappalli, Prime Minister Narendra Modi hailed Tiruchirappalli as a land of courage and faith, recalling the bravery of the Marudu Brothers and paying tribute to Major M. Saravanan for his sacrifice during the Kargil War. “Trichy is a land of courage and faith,” he said, adding that the Centre proudly honours Tamil Nadu’s culture and heritage. He also highlighted that C. P. Radhakrishnan, a son of the state, serves as the Vice President of India.તમિલનાડુનાં તિરુચિરાપલ્લીમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 11th, 05:45 pm
આજનો કાર્યક્રમ તમિલનાડુના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. તે પાંચ હજાર છસો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ સાથે સંબંધિત છે. આ પ્રોજેક્ટ્સ વિશે છે: સ્વચ્છ ઊર્જા માટે માળખાકીય સુવિધા, પેટ્રોલિયમ સંબંધિત ઉત્પાદન, હાઈવે, રેલવે અને ગ્રામીણ રસ્તાઓ. તેઓ ઊર્જાની પહોંચ અને કનેક્ટિવિટી વધારશે અને તમિલનાડુના યુવાનો માટે હજારો નોકરીઓનું સર્જન કરશે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તિરુચિરાપલ્લી, તમિલનાડુમાં અંદાજે ₹5,650 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા, શિલાન્યાસ કર્યો અને ફ્લેગ ઓફ કર્યું
March 11th, 05:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અર્થતંત્રને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી પરિવર્તનકારી વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની શ્રેણી શરૂ કરવા માટે ત્રિચીના ઐતિહાસિક શહેરની મુલાકાત લીધી હતી. કુલ પાંચ હજાર છસો કરોડ રૂપિયાના રોકાણ સાથે, આ પહેલ સ્વચ્છ ઊર્જા, પેટ્રોલિયમ સંબંધિત ઉત્પાદન અને હાઈવે, રેલવે અને ગ્રામીણ રસ્તાઓ દ્વારા ઉન્નત મલ્ટિ-મોડલ કનેક્ટિવિટીમાં ફેલાયેલી છે. સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આ પ્રોજેક્ટ્સ ઊર્જાની પહોંચ અને કનેક્ટિવિટી વધારશે અને તમિલનાડુના યુવાનો માટે હજારો નોકરીઓનું સર્જન કરશે.”કેબિનેટે તમિલનાડુના મદુરાઈ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની મંજૂરી આપી
March 10th, 04:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આજે તમિલનાડુના મદુરાઈ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની મંજૂરી આપી છે.