LVM3-M6 અને બ્લુ બર્ડ બ્લોક-2 ના સફળ પ્રક્ષેપણ પર પ્રધાનમંત્રીએ અવકાશ વૈજ્ઞાનિકો અને ઇજનેરોને અભિનંદન આપ્યા
December 24th, 10:04 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ LVM3-M6 લોન્ચ વ્હીકલથી બ્લુબર્ડ બ્લોક-2ના સફળ પ્રક્ષેપણ બદલ અવકાશ વૈજ્ઞાનિકો અને ઇજનેરોને અભિનંદન આપ્યા. બ્લુબર્ડ બ્લોક-2એ યુએસએનું અવકાશયાન છે અને ભારતીય ભૂમિ પરથી તેની ઇચ્છિત ભ્રમણકક્ષામાં છોડવામાં આવેલો સૌથી ભારે ઉપગ્રહ છે. શ્રી મોદીએ કહ્યું કે આ ભારતની અવકાશ યાત્રામાં ગર્વની ક્ષણ છે અને આત્મનિર્ભર ભારતના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.