કેથલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 23rd, 09:24 pm
માત્ર ત્રણ-ચાર દિવસ પહેલા, હું ભારત સરકારમાં મારા સાથીદાર જ્યોર્જ કુરિયન જીને ત્યાં ક્રિસમસની ઉજવણીમાં ગયો હતો. હવે આજે તમારી વચ્ચે હાજર રહીને આનંદ થાય છે. કેથલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા- CBCIની આ ઈવેન્ટ એ તમારા બધાને નાતાલની ખુશીમાં જોડાવાની તક છે, આ દિવસ આપણા બધા માટે યાદગાર બનવાનો છે. આ પ્રસંગ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ વર્ષે CBCI તેની સ્થાપનાના 80 વર્ષ પૂર્ણ કરી રહી છે. આ અવસર પર હું CBCI અને તેની સાથે જોડાયેલા તમામ લોકોને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં ભાગ લીધો
December 23rd, 09:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સીબીસીઆઈ સેન્ટર પરિસરમાં કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઑફ ઇન્ડિયા (સીબીસીઆઈ) દ્વારા આયોજિત નાતાલની ઉજવણીમાં સહભાગી થયા હતા. ભારતમાં કેથોલિક ચર્ચના મુખ્યાલયમાં આ પ્રકારના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ પહેલી વખત હાજરી આપી છે. પ્રધાનમંત્રીએ ખ્રિસ્તી સમુદાયનાં મુખ્ય નેતાઓ સાથે પણ વાતચીત કરી હતી, જેમાં કાર્ડિનલ્સ, બિશપ્સ અને ચર્ચનાં અગ્રણી નેતાઓ સામેલ છે.પ્રધાનમંત્રીએ દરેકને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવી
December 25th, 09:56 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાતાલના અવસર પર જનતાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.