ભોપાલમાં દેવી અહલ્યાબાઈ મહિલા સશક્તીકરણ મહાસંમેલનમાં વિવિધ પ્રોજેક્ટ્સના લોન્ચ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 31st, 11:00 am
મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ, આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી મોહન યાદવજી, ટેકનોલોજી દ્વારા આપણી સાથે જોડાયેલા કેન્દ્રીય મંત્રીઓ, ઇન્દોરથી તોખન સાહુજી, દતિયાથી રામ મોહન નાયડુજી, સતનાથી મુરલીધર મોહોલજી, રાજ્યના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાજી, મંચ પર હાજર રાજેન્દ્ર શુક્લાજી, લોકસભામાં મારા સાથી વી.ડી. શર્માજી, અન્ય મંત્રીઓ, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં અહીં આવેલા મારા પ્રિય ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના ભોપાલમાં લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી નિમિત્તે મહિલા સશક્તીકરણ મહા સંમેલનને સંબોધિત કર્યું
May 31st, 10:27 am
લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં લોકમાતા દેવી અહિલ્યાબાઈ મહિલા સશક્તીકરણ મહા સંમેલનને સંબોધિત કર્યું હતું. તેમણે ભોપાલમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. આ કાર્યક્રમમાં બોલતા, તેમણે 'મા ભારતી'ને શ્રદ્ધાંજલિ આપી અને ભારતની મહિલાઓની શક્તિનો સ્વીકાર કર્યો. તેમણે આ કાર્યક્રમમાં આશીર્વાદ આપવા આવેલી બહેનો અને પુત્રીઓની મોટી ભીડનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમની હાજરીથી તેઓ સન્માનિત અનુભવે છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આજે લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી, 140 કરોડ ભારતીયો માટે પ્રેરણાનો પ્રસંગ છે અને રાષ્ટ્ર નિર્માણના ઉમદા પ્રયાસમાં યોગદાન આપવાની ક્ષણ છે. દેવી અહિલ્યાબાઈને ટાંકીને, તેમણે પુનરોચ્ચાર કર્યો કે સાચું શાસન એટલે લોકોની સેવા કરવી અને તેમના જીવનમાં સુધારો કરવો. તેમણે કહ્યું કે આજનો કાર્યક્રમ તેમના દ્રષ્ટિકોણનું પ્રતીક છે અને તેમના આદર્શોને આગળ ધપાવે છે. પ્રધાનમંત્રીએ ઇન્દોર મેટ્રોના શુભારંભ તેમજ દતિયા અને સતના સુધી હવાઈ જોડાણના વિસ્તરણનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભાર મૂક્યો કે આ પ્રોજેક્ટ્સ મધ્યપ્રદેશમાં માળખાગત સુવિધામાં વધારો કરશે, વિકાસને વેગ આપશે અને રોજગારની નવી તકોનું સર્જન કરશે. તેમણે ઉપસ્થિત દરેકને અભિનંદન આપ્યા હતા.પ્રધાનમંત્રી 31 મેના રોજ મધ્યપ્રદેશની મુલાકાત લેશે
May 30th, 11:15 am
પ્રધાનમંત્રી લોકમાતા દેવી અહિલ્યાબાઈ મહિલા સશક્તિકરણ મહા સંમેલનમાં હાજરી આપશે. તેઓ લોકમાતા દેવી અહિલ્યાબાઈને સમર્પિત એક સ્મારક ટપાલ ટિકિટ અને એક ખાસ સિક્કો પણ બહાર પાડશે. 300 રૂપિયાના સિક્કામાં અહિલ્યાબાઈ હોલકરનું ચિત્ર હશે. પ્રધાનમંત્રી આદિવાસી, લોક અને પરંપરાગત કલામાં યોગદાન બદલ મહિલા કલાકારને રાષ્ટ્રીય દેવી અહિલ્યાબાઈ પુરસ્કાર પણ અર્પણ કરશે.