ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ દરમિયાન લીડર્સ પ્લેનરી સેશનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 19th, 01:00 pm
AI ઇમ્પેક્ટ સમિટમાં ભારતમાં ફરીથી આપ સૌનું સ્વાગત કરતા મને અત્યંત પ્રસન્નતા થઈ રહી છે. મને વિશ્વાસ છે કે આ સમિટ એક હ્યુમન સેન્ટ્રિક (માનવ કેન્દ્રીય), સેન્સિટિવ ગ્લોબલ AI ઇકોસિસ્ટમના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવશે.ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 દરમિયાન લીડર્સ પ્લેનરી સેશનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
February 19th, 12:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 દરમિયાન લીડર્સ પ્લેનરી સેશનમાં પોતાનું સંબોધન શેર કર્યું હતું. ભારતમાં AI ઇમ્પેક્ટ સમિટમાં સહભાગીઓનું ફરી એકવાર સ્વાગત કરતા, પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સમિટ માનવ-કેન્દ્રીય અને સંવેદનશીલ વૈશ્વિક AI ઇકોસિસ્ટમ બનાવવા માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે. તેમણે નોંધ્યું હતું કે ઇતિહાસ બતાવે છે કે માનવતાએ હંમેશા વિક્ષેપોને તકોમાં બદલ્યા છે, અને આજની ક્ષણ વિક્ષેપને માનવતાની સૌથી મોટી તકમાં પરિવર્તિત કરવાની ફરી એક એવી જ ક્ષણ છે.