Kyndrylના ચેરમેન અને CEO શ્રી માર્ટિન શ્રોટરએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

August 21st, 09:50 pm

Kyndryl ના ચેરમેન અને CEO શ્રી માર્ટિન શ્રોટરે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ વૈશ્વિક ભાગીદારોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, તેમને ભારતમાં વિશાળ તકોનું અન્વેષણ કરવા અને દેશના પ્રતિભાશાળી યુવાનો સાથે નવીનતા અને ઉત્કૃષ્ટતા માટે સહયોગ કરવા આમંત્રણ આપ્યું.