પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કુમુદિની લાખિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો
April 12th, 03:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કુમુદિની લાખિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે, તેમને એક ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક પ્રતિક તરીકે બિરદાવ્યા, જેમનો કથક અને ભારતીય શાસ્ત્રીય નૃત્યો પ્રત્યેનો જુસ્સો તેમના નોંધપાત્ર કાર્યમાં પ્રતિબિંબિત થયો.