પ્રધાનમંત્રીએ 2025 FIDE વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ કોનેરુ હમ્પીને અભિનંદન પાઠવ્યા

December 29th, 03:35 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોનેરુ હમ્પીને અભિનંદન પાઠવ્યા છે, જેમણે દોહામાં 2025 FIDE વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરી મહિલા વિભાગમાં બ્રોન્ઝ મેડલ સુનિશ્ચિત કર્યો છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, રમત પ્રત્યેનું તેમનું સમર્પણ પ્રશંસનીય છે. ભવિષ્યના પ્રયત્નો માટે શુભેચ્છાઓ.

પ્રધાનમંત્રીએ દિવ્યા દેશમુખને ગ્રાન્ડમાસ્ટર બનવા બદલ અભિનંદન પાઠવ્યા

July 29th, 06:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિવ્યા દેશમુખને 2025 FIDE મહિલા વર્લ્ડ કપ જીતવા બદલ જ નહીં, પણ ગ્રાન્ડમાસ્ટર બનવા બદલ પણ અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું, તેમની સિદ્ધિ ઘણા લોકોને પ્રેરણા આપશે અને યુવાનોમાં ચેસને વધુ લોકપ્રિય બનાવવામાં ફાળો આપશે.

પ્રધાનમંત્રીએ દિવ્યા દેશમુખને FIDE મહિલા વિશ્વ ચેસ ચેમ્પિયન 2025 બનવા બદલ અભિનંદન આપ્યા

July 28th, 06:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિવ્યા દેશમુખને FIDE મહિલા વિશ્વ ચેસ ચેમ્પિયન 2025 બનવા બદલ અભિનંદન આપ્યા છે. “કોનેરુ હમ્પીએ સમગ્ર ચેમ્પિયનશિપ દરમિયાન પણ અપાર કૌશલ્ય દર્શાવ્યું છે. બંને ખેલાડીઓને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ”, શ્રી મોદીએ જણાવ્યું હતું.

ચેસ ચેમ્પિયન કોનેરુ હમ્પી પ્રધાનમંત્રીને મળ્યા

January 03rd, 08:42 pm

ચેસ ચેમ્પિયન કોનેરુ હમ્પીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. ભારતને અપાર ગૌરવ અપાવવા બદલ તેણીની પ્રશંસા કરતા શ્રી મોદીએ ટીપ્પણી કરી કે તેણીની તીક્ષ્ણ બુદ્ધિ અને અતૂટ નિશ્ચય સ્પષ્ટપણે દેખાઈ આવે છે.