રાષ્ટ્રીય રમતગમત દિવસ પર બિહારના રાજગીરમાં પુરુષ હોકી એશિયા કપ 2025 શરૂ થવા પર પ્રધાનમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી
August 28th, 09:33 pm
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આવતીકાલે, 29 ઓગસ્ટના રોજ બિહારના ઐતિહાસિક શહેર રાજગીરમાં શરૂ થનારા પુરુષ હોકી એશિયા કપ 2025ની પૂર્વસંધ્યાએ એશિયાભરની તમામ ભાગ લેતી ટીમો, ખેલાડીઓ, અધિકારીઓ અને સમર્થકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ બિહારની પ્રશંસા કરી, જેણે તાજેતરના સમયમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025, એશિયા રગ્બી U20 સેવન્સ ચેમ્પિયનશિપ 2025, ISTAF સેપકટકાવ વર્લ્ડ કપ 2024 અને મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024 જેવી મુખ્ય ટુર્નામેન્ટનું આયોજન કરીને એક જીવંત રમતગમત કેન્દ્ર તરીકે છાપ છોડી છે.પ્રધાનમંત્રી દ્વારા વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 7માં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં સંબોધનનો મૂળપાઠ
May 04th, 08:16 pm
બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર જી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી મનસુખ ભાઈ, બહેન રક્ષા ખડસે, શ્રી રામનાથ ઠાકુરજી, બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીજી, વિજય કુમાર સિંહાજી ઉપસ્થિત અન્ય મહાનુભાવો, તમામ ખેલાડીઓ, કોચ, અન્ય સ્ટાફ અને મારા પ્રિય યુવા મિત્રો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 7માં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કર્યો
May 04th, 08:02 pm
બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર, કેન્દ્રીય મંત્રીઓ શ્રી મનસુખ માંડવિયા, શ્રીમતી રક્ષા ખડસે, શ્રી રામ નાથ ઠાકુર આ કાર્યક્રમમાં અન્ય મહાનુભાવો સહિત ઉપસ્થિત રહ્યા હતા.ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે 38મા રાષ્ટ્રીય રમતોના ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
January 28th, 09:36 pm
દેવભૂમિ ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીત સિંહજી, યુવા મુખ્યમંત્રી પુષ્કર ધામીજી, મારા મંત્રીમંડળના સાથીઓ અજય ટામ્ટાજી, રક્ષા ખડસેજી, ઉત્તરાખંડ વિધાનસભાના અધ્યક્ષ રીતુ ખંડુરીજી, રમતગમત મંત્રી રેખા આર્ય જી, કોમનવેલ્થ ગેમ્સના પ્રમુખ ક્રિસ જેનકિન્સજી, IOAના પ્રમુખ પી.ટી. ઉષાજી, સાંસદ મહેન્દ્ર ભટ્ટજી, રાષ્ટ્રીય રમતોમાં ભાગ લેવા આવેલા દેશભરના તમામ ખેલાડીઓ અને અન્ય મહાનુભાવો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દહેરાદૂનમાં 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદઘાટન કર્યું
January 28th, 09:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડનાં દહેરાદૂનમાં 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, ઉત્તરાખંડ અત્યારે યુવાનોની ઊર્જાથી ભરપૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, 38મા રાષ્ટ્રીય રમતોત્સવનો આજથી બાબા કેદારનાથ, બદ્રીનાથ અને મા ગંગાનાં આશીર્વાદ સાથે શુભારંભ થઈ રહ્યો છે. ઉત્તરાખંડની સ્થાપનાને 25મું વર્ષ થયું હોવાનું જણાવતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાંથી યુવાનો આ યુવા રાજ્યમાં તેમની સંભવિતતા પ્રદર્શિત કરશે. તેમણે ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમમાં 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની સુંદર તસવીર પ્રદર્શિત કરવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નેશનલ ગેમ્સની આ આવૃત્તિમાં ઘણી સ્થાનિક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તેની થીમ 'ગ્રીન ગેમ્સ' હતી, કારણ કે તેમાં પર્યાવરણને અનુકૂળ ચીજવસ્તુઓનો ઉપયોગ થતો હતો. આ વિષય પર વધુ વિસ્તૃત પણે જણાવતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ટ્રોફીઓ અને ચંદ્રકો પણ ઇ-વેસ્ટનાં જ બનેલાં છે અને દરેક ચંદ્રક વિજેતાનાં નામે એક વૃક્ષનું વાવેતર કરવામાં આવશે, જે એક મહાન પહેલ છે. તેમણે શાનદાર પ્રદર્શન માટે તમામ રમતવીરોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ઉત્તરાખંડની સરકાર અને લોકોને આ પ્રકારનાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પણ પાઠવ્યાં હતાં.રામ દરેકના દિલમાં છેઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી
January 28th, 11:30 am
સાથીઓ, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે દેશના કરોડો લોકોને જાણે કે એક સૂત્રમાં બાંધી દીધા છે. બધાની ભાવના એક, બધાની ભક્તિ એક, બધાની વાતોમાં રામ, બધાનાં હૃદયમાં રામ. દેશના અનેક લોકોએ આ દરમિયાન રામ ભજન ગાઈને તેમને શ્રી રામનાંચરણોમાં સમર્પિત કર્યાં. 22 જાન્યુઆરીની સાંજે સમગ્ર દેશે રામજ્યોતિ પ્રગટાવી, દિવાળી ઉજવી. આ દરમિયાન દેશે સામૂહિકતાની શક્તિ જોઈ, જે વિકસિત ભારતના આપણા સંકલ્પોનો પણ ખૂબ જ મોટો આધાર છે. મેં દેશના લોકોને અનુરોધ કર્યો હતો કે મકરસંક્રાંતિથી 22 જાન્યુઆરી સુધી સ્વચ્છતાનું અભિયાન ચલાવવામાં આવે. મને સારું લાગ્યું કે લાખો લોકોએ શ્રદ્ધાભાવથી જોડાઈને પોતાના ક્ષેત્રનાં ધાર્મિક સ્થાનોની સાફ-સફાઈ કરી. મને અનેક લોકોએ તેની સાથે જોડાયેલી તસવીરો મોકલી છે- વિડિયો મોકલ્યા છે – આ ભાવના અટકવી ન જોઈએ, આ અભિયાન અટકવું ન જોઈએ. સામૂહિકતાની આ શક્તિ, આપણા દેશને સફળતાની નવી ઊંચાઈ પર પહોંચાડશે.તમિલનાડુના ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
January 19th, 06:33 pm
તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર. એન. રવિજી, મુખ્યમંત્રી શ્રી એમ.કે. સ્ટાલિનજી, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો અનુરાગ ઠાકુર, એલ. મુરુગન, નિશિથ પ્રામાણિક, તમિલનાડુ સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિન અને ભારતના ખૂણે-ખૂણેથી અહીં આવેલા મારા યુવા સાથીઓ.પ્રધાનમંત્રીએ તમિલનાડુનાં ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2023નાં ઉદઘાટન સમારંભનું ઉદઘાટન કર્યું
January 19th, 06:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુનાં ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2023નાં ઉદઘાટન સમારંભનું ઉદઘાટન કર્યું હતું. શ્રી મોદીએ આશરે રૂ. 250 કરોડનાં મૂલ્યનાં પ્રસારણ ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો અને શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યો હતો. તેમણે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના ઉદ્ઘાટન પ્રસંગે બે રમતવીરો દ્વારા સોંપવામાં આવેલી રમતોની મશાલ પણ કૌલડ્રોન પર મૂકી હતી.