મલેશિયામાં બિઝનેસ લીડર્સ સાથે પ્રધાનમંત્રીની બેઠક
February 08th, 02:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મલેશિયાના ચાર અગ્રણી ઉદ્યોગ સાહસિકો સાથે વાતચીત કરી હતી. તેઓ PETRONAS ના પ્રમુખ અને ગ્રુપ CEO ટેન શ્રી તેંગકુ મુહમ્મદ તૌફિક; Berjaya Corporation Berhadના સ્થાપક ટેન શ્રી દાતો સેરી વિન્સેન્ટ ટેન ચી યીઉન; Khazanah Nasional Berhad ના મેનેજિંગ ડિરેક્ટર દાતો અમીરુલ ફૈઝલ વાન ઝાહિર; અને Phison Electronics ના સ્થાપક દાતો પુઆ ખેઈન સેંગને મળ્યા હતા.