પ્રધાનમંત્રીએ છઠ પૂજાના પવિત્ર ખરના વિધિ પર શુભેચ્છા પાઠવી
October 26th, 10:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાપર્વ છઠ દરમિયાન ઉજવાતા 'ખરના'ના શુભ પ્રસંગે તમામ ભક્તોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે આ પવિત્ર તહેવાર સાથે સંકળાયેલા કઠોર ઉપવાસ અને ધાર્મિક વિધિઓનું પાલન કરનારા તમામ લોકોને નમન કર્યા.