આસામમાં કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટના ભૂમિ પૂજન દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 18th, 11:30 am

સાથીઓ, મને હંમેશા આસામ આવીને એક અલગ જ ખુશી મળે છે. આ ધરતી વીરોની ધરતી છે. દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા બતાવનારા દીકરા-દીકરીઓની ધરતી છે. કાલે જ હું ગુવાહાટીમાં 'બાગુરુમ્બા દહોઉ' ના કાર્યક્રમમાં સામેલ થયો હતો. ત્યાં આપણી બોડો સમુદાયની દીકરીઓએ બાગુરુમ્બાની પ્રસ્તુતિ આપીને નવો રેકોર્ડ બનાવ્યો. બાગુરુમ્બાની એવી અદ્ભુત પ્રસ્તુતિ, દસ હજારથી વધુ કલાકારોની ઊર્જા, ખામની થાપ, સિફુન્ગની ધૂન, તે મનોરમ ક્ષણોએ દરેકને મંત્રમુગ્ધ કરી દીધા. બાગુરુમ્બાની અનુભૂતિ આંખોથી થઈને દિલમાં ઉતરતી રહી. આસામના આપણા કલાકારોએ ખરેખર કમાલ કરી દીધી. તેમનો પરિશ્રમ, તેમની તૈયારી, તેમનું તાલમેલ, બધું જ બહુ અદ્ભુત રહ્યું. હું બાગુરુમ્બા દહોઉમાં સામેલ તમામ કલાકારોને આજે ફરીથી એકવાર ખૂબ-ખૂબ અભિનંદન આપીશ, અને હું દેશભરના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને પણ અભિનંદન આપું છું, હું કાલથી જોઈ રહ્યો છું કે આ બોડો પરંપરાનું ઉત્તમ નૃત્ય સોશિયલ મીડિયા પર છવાયેલું છે. મને પૂરો વિશ્વાસ છે દેશ અને દુનિયાના લોકો, કલા અને સંસ્કૃતિના આ ભારતના દ્રષ્ટિકોણને, તેની તાકાતને ઓળખશે અને આ કામને વધારનારા તમામ સોશિયલ ઇન્ફ્લુએન્સર પણ અભિનંદનને પાત્ર છે. મીડિયાના મિત્રો માટે તે કાલનો સાંજનો સમય જરા બહુ પેક રહે છે, પરંતુ આજે સવારથી કેટલાય ટીવી મીડિયાવાળાઓએ પણ આ કાર્યક્રમનું પુનઃ પ્રસારણ શરૂ કરી દીધું છે. તમે કલ્પના કરી શકો છો, આ કાર્યક્રમ કેટલો ભવ્ય રહ્યો હશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના કાલિયાબોરમાં ₹6,950 કરોડથી વધુના ખર્ચે બનેલા કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

January 18th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂમિપૂજન કર્યું આજે આસામના કાલિયાબોરમાં ₹6,950 કરોડથી વધુના કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટ (NH-715ના કાલિયાબોર-નુમાલીગઢ સેક્શનનો 4-લેનિંગ )નું પૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા શ્રી મોદીએ લોકોનો આભાર વ્યક્ત કર્યો, નોંધ્યું કે આટલી મોટી સંખ્યામાં લોકો તેમને આશીર્વાદ આપવા આવ્યા હતા અને કહ્યું કે તેઓ ખૂબ આભારી છે. તેમણે ટિપ્પણી કરી કે કાઝીરંગાની ફરી મુલાકાત લેતા, તેમની પાછલી યાત્રાની યાદો જીવંત થઈ ગઈ, યાદ કરતા કે બે વર્ષ પહેલાં કાઝીરંગામાં વિતાવેલી ક્ષણો તેમના જીવનના સૌથી ખાસ અનુભવોમાંના એક હતા. પીએમ મોદીએ ભાર મૂક્યો કે તેમને કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં રાત્રિ વિતાવવાની તક મળી અને બીજા દિવસે સવારે હાથી સફારી દરમિયાન તેમણે પ્રદેશની સુંદરતાનો નજીકથી અનુભવ કર્યો.

પ્રધાનમંત્રી 17-18 જાન્યુઆરીએ આસામની મુલાકાતે

January 16th, 02:51 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17-18 જાન્યુઆરી, 2026ના રોજ આસામની મુલાકાત લેશે.