પ્રધાનમંત્રીએ તમિલનાડુના કરુરમાં એક રાજકીય રેલીમાં થયેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના પીડિતો માટે PMRNFમાંથી આર્થિક સહાયની જાહેરાત કરી
September 28th, 12:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના કરુરમાં એક રાજકીય રેલીમાં થયેલી કમનસીબ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.