રાજસ્થાનના બિકાનેરમાં વિકાસ કાર્યોના શિલાન્યાસ અને ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

May 22nd, 12:00 pm

રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભજનલાલજી, પૂર્વ મુખ્યમંત્રી બહેન વસુંધરા રાજેજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદારો અશ્વિની વૈષ્ણવજી, અર્જુન રામ મેઘવાલજી, રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીજી, પ્રેમચંદજી, રાજસ્થાન સરકારના અન્ય મંત્રીઓ. સાંસદો અને ધારાસભ્યો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બિકાનેરમાં 26,000 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને શુભારંભ કરાવ્યો

May 22nd, 11:30 am

શ્રી મોદીએ કહ્યું કે તેઓ કરણી માતાના આશીર્વાદ લીધા પછી કાર્યક્રમમાં પહોંચ્યા છે. તેમણે ભાર મૂક્યો કે આ આશીર્વાદ વિકસિત ભારતનું નિર્માણ કરવાના રાષ્ટ્રના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. 26,000 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસનો ઉલ્લેખ કરતા, તેમણે દેશના વિકાસને આગળ વધારવામાં તેમના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે આ પરિવર્તનશીલ પહેલો માટે નાગરિકોને અભિનંદન આપ્યા હતા.

પ્રધાનમંત્રી 22 મેના રોજ રાજસ્થાનની મુલાકાત લેશે

May 20th, 01:06 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 મેના રોજ રાજસ્થાનની મુલાકાત લેશે. તેઓ સવારે 11 વાગ્યે બિકાનેર જશે અને દેશનોકમાં કરણી માતા મંદિરની મુલાકાત લેશે.