'કર્મયોગી સાધના સપ્તાહ' દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 02nd, 10:40 am
કર્મયોગી સાધના સપ્તાહના આ આયોજન માટે આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. 21મી સદીના આ કાલખંડમાં ઝડપથી બદલાતી વ્યવસ્થાઓ, ઝડપથી બદલાતી દુનિયા અને તેમની વચ્ચે તેટલી જ ઝડપથી આગળ વધતું આપણું ભારત, આના માટે પબ્લિક સર્વિસને સમયને અનુરૂપ નિરંતર અપડેટ કરવી જરૂરી છે. કર્મયોગી સાધના સપ્તાહ, તે જ પ્રયાસની એક મહત્વની કડી છે. આપ સૌ પરિચિત છો, આજે ગવર્નન્સના જે સિદ્ધાંતને લઈને આપણે આગળ વધી રહ્યા છીએ, તેનો મૂળ મંત્ર છે- નાગરિક દેવો ભવ:. આ મંત્રમાં સમાયેલી ભાવના સાથે આજે પબ્લિક સર્વિસને વધુ સક્ષમ, નાગરિકો માટે વધુ સંવેદનશીલ બનાવવા પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. હવે શાસનને સિટિઝન-સેન્ટ્રિક બનાવીને એક નવી ઓળખ આપવામાં આવી રહી છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'કર્મયોગી સાધના સપ્તાહ' ને સંબોધિત કર્યું
April 02nd, 10:31 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ક્ષમતા નિર્માણ આયોગ (CBC)ના સ્થાપના દિવસ નિમિત્તે એક વિડિયો સંદેશના માધ્યમથી 'કર્મયોગી સાધના સપ્તાહ'ને સંબોધિત કર્યો.પ્રધાનમંત્રીએ ‘કર્મયોગી સપ્તાહ’ - રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો પ્રારંભ કર્યો
October 19th, 06:57 pm
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મિશન કર્મયોગી મારફતે અમારું લક્ષ્ય માનવ સંસાધન ઊભું કરવાનું છે, જે આપણાં દેશનાં વિકાસમાં પ્રેરક બળ બની રહે. પ્રગતિ પર સંતોષ વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, જો આપણે આ જ જુસ્સા સાથે કામ કરતાં રહીશું, તો દેશને પ્રગતિ કરતાં કોઈ અટકાવી નહીં શકે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ દરમિયાન નવા શિક્ષણ અને અનુભવો મજબૂત થશે અને કાર્ય પ્રણાલીમાં સુધારો કરવામાં મદદ કરશે, જે આપણને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનાં આપણાં લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદરૂપ થશે.પ્રધાનમંત્રી 19 ઓક્ટોબરના રોજ ‘કર્મયોગી સપ્તાહ’ - રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો પ્રારંભ કરશે
October 18th, 11:42 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 ઓક્ટોબરના રોજ સવારે 10:30 વાગ્યે ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, નવી દિલ્હી ખાતે ‘કર્મયોગી સપ્તાહ’ - રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો પ્રારંભ કરશે.