આસામમાં NH-715ના કાલિબોર-નુમાલીગઢ વિભાગના હાલના હાઇવેને 4 લેન સુધી પહોળો કરવા અને સુધારવા માટે મંત્રીમંડળે મંજૂરી આપી

October 01st, 03:26 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)એ NH-715ના કાલિબોર-નુમાલીગઢ વિભાગના હાલના કેરેજવેને 4 લેન સુધી પહોળો કરવા અને સુધારવા માટે મંજૂરી આપી છે, જેમાં આસામમાં કાઝિરંગા રાષ્ટ્રીય ઉદ્યાન (KNP) સ્ટ્રેચ પર પ્રસ્તાવિત વન્યજીવન મૈત્રીપૂર્ણ પગલાંનો અમલ સામેલ છે. આ પ્રોજેક્ટ એન્જિનિયરિંગ, પ્રાપ્તિ અને બાંધકામ (EPC) મોડ પર વિકસાવવામાં આવશે જેની કુલ લંબાઈ 85.675 કિમી અને કુલ મૂડી ખર્ચ રૂ. 6957 કરોડ છે.