પ્રધાનમંત્રીએ જોનાસ મેસેટ્ટી અને તેમની ટીમ સાથે મુલાકાત કરી, વેદાંત અને ગીતા પ્રત્યેના તેમના જુસ્સાની પ્રશંસા કરી
November 20th, 07:54 am
વેદાંત અને ગીતા પ્રત્યેના જોનાસ મેસેટ્ટીના જુસ્સા માટેની પ્રશંસા કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે આ વાત પ્રશંસનીય છે કે ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં પોતાનો પ્રભાવ પાડી રહી છે. પ્રધાનમંત્રીએ સંસ્કૃતમાં રામાયણનું પ્રદર્શન જોયા બાદ જોનાસ મેસેટ્ટી અને તેમની ટીમ સાથે મુલાકાત કરી હતી.