પ્રધાનમંત્રી જર્મનીના વિદેશ મંત્રીને મળ્યા
September 03rd, 08:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે જર્મન વિદેશ મંત્રી જોહાન વાડેફુલને મળ્યા હતા. ભારત અને જર્મની 25 વર્ષની વ્યૂહાત્મક ભાગીદારીની ઉજવણી કરી રહ્યા છે. જીવંત લોકશાહી અને અગ્રણી અર્થતંત્રો તરીકે, આપણે વેપાર, ટેકનોલોજી, નવીનતા, ટકાઉપણું, ઉત્પાદન અને ગતિશીલતામાં પરસ્પર ફાયદાકારક સહયોગ વધારવાની અપાર સંભાવનાઓ જોઈએ છીએ, શ્રી મોદીએ જણાવ્યું.