ભારતના પ્રધાનમંત્રીની ભૂટાનની રાજકીય મુલાકાત અંગે સંયુક્ત પ્રેસ રીલીઝ
November 12th, 10:00 am
આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી મોદી 11 નવેમ્બર 2025ના રોજ ચાંગલિમિથાંગ ખાતે મહામહિમ ચતુર્થ દ્રુક ગ્યાલ્પોની 70મી જન્મજયંતિની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભૂટાનના લોકો સાથે જોડાયા હતા. પ્રધાનમંત્રી મોદીએ થિમ્પુમાં ચાલી રહેલા વૈશ્વિક શાંતિ પ્રાર્થના મહોત્સવમાં પણ ભાગ લીધો હતો. ભૂટાનના રાજા મહામહિમએ ઉત્સવ દરમિયાન જાહેર શ્રદ્ધા માટે થિમ્પુમાં ભારતમાંથી ભગવાન બુદ્ધના પવિત્ર પિપરહવા અવશેષની હાજરીની પ્રશંસા કરી હતી.પ્રધાનમંત્રી ભૂટાનના રાજાને મળ્યા
November 11th, 06:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ભૂટાનની રાજધાની થિમ્પુમાં ભૂટાનના મહામહિમ રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકને મળ્યા. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ અને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. તેમણે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. મહામહિમ રાજાએ દિલ્હી વિસ્ફોટમાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11-12 નવેમ્બર, 2025 દરમિયાન ભૂતાનની રાજકીય યાત્રા પર જશે
November 09th, 09:59 am
પ્રધાનમંત્રી મોદી 11-12 નવેમ્બર, 2025 દરમિયાન ભૂતાનની રાજકીય યાત્રા પર જશે, જેથી બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બને. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ભૂતાનના રાજા મહામહિમ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને ભૂતાનના પ્રધાનમંત્રી શેરિંગ ટોબગે સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રી ભૂતાનના ચોથા રાજા મહામહિમ જિગ્મે સિંગ્યે વાંગચુકની 70મી જન્મજયંતિ ઉજવણી અને વૈશ્વિક શાંતિ પ્રાર્થના મહોત્સવમાં પણ હાજરી આપશે.નવી દિલ્હીમાં SOUL લીડરશીપ કોન્ક્લેવના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
February 21st, 11:30 am
હું અહીં ઘણા મહાન વ્યક્તિઓને જોઉં છું જેમ કે ભૂતાનના પ્રધાનમંત્રી, મારા ભાઈ દાશો ત્શેરિંગ તોબગેજી, SOUL બોર્ડના ચેરમેન સુધીર મહેતા, ઉપાધ્યક્ષ હસમુખ અઢિયા, ઔદ્યોગિક જગતના દિગ્ગજો જેઓ પોતાના જીવનમાં, પોતાના ક્ષેત્રોમાં નેતૃત્વ પૂરું પાડવામાં સફળ રહ્યા છે. હું અહીં મારા યુવા મિત્રોને પણ જોઉં છું જે ભવિષ્યની રાહ જોઈ રહ્યા છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ SOUL લીડરશીપ કોન્ક્લેવની પ્રથમ આવૃત્તિનું ઉદઘાટન કર્યું
February 21st, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સ્કૂલ ઑફ અલ્ટિમેટ લીડરશીપ (SOUL) લીડરશીપ કોન્ક્લેવ 2025નું ઉદઘાટન કર્યું હતું. જે તેની પ્રથમ આવૃત્તિ છે. તમામ પ્રતિષ્ઠિત નેતાઓ અને ભવિષ્યના યુવા નેતાઓને આવકારતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, કેટલીક ઇવેન્ટ ખૂબ જ પ્રિય હોય છે અને આજે આ પ્રકારની એક ઇવેન્ટ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાષ્ટ્રનિર્માણ માટે શ્રેષ્ઠ નાગરિકોનો વિકાસ જરૂરી છે, દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ નેતાઓનો વિકાસ જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ નેતાઓને તૈયાર કરવા જરૂરી છે, જે સમયની માગ છે. એટલે તેમણે જણાવ્યું હતું કે, શાળા ઑફ અલ્ટિમેટ લીડરશીપ વિકસિત ભારતની વિકાસયાત્રામાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. SOUL માત્ર સંસ્થાનું નામ જ નથી, પરંતુ SOUL એ ભારતનાં સામાજિક જીવનનો આત્મા બનશે. તેમણે ઉમેર્યું હતું કે, અન્ય અર્થમાં SOUL આધ્યાત્મિક અનુભવનાં હાર્દને પણ સુંદર રીતે આકર્ષે છે. SOULનાં તમામ હિતધારકોને શુભેચ્છા પાઠવતા શ્રી મોદીએ જાહેરાત કરી હતી કે, નજીકના ભવિષ્યમાં ગુજરાતનાં ગિફ્ટ સિટી નજીક SOULનું એક નવું, વિશાળ કેમ્પસ તૈયાર થઈ જશે.પ્રધાનમંત્રીએ ભૂટાનના રાજા અને મહારાણીનું સ્વાગત કર્યું
December 05th, 03:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભૂટાનના મહામહિમ રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને ભૂટાનના મહારાણી જેત્સુન પેમા વાંગચુકનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીએ તેમના મહાનુભાવોને શુભેચ્છાઓ પાઠવી હતી અને માર્ચ 2024માં તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન ભૂટાનની સરકાર અને લોકો દ્વારા અપાયેલ અપવાદરૂપે ઉષ્માભર્યા આતિથ્યને સ્નેહપૂર્વક યાદ કર્યું હતું.ભૂટાનના રાજા દ્વારા પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવવામાં આવ્યા
June 05th, 08:05 pm
ભૂટાનના મહામહિમ રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને 18મી લોકસભા ચૂંટણીમાં NDAની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. મહામહિમ રાજાએ પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારતના લોકોની સતત પ્રગતિ અને સમૃદ્ધિ માટે હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.પ્રધાનમંત્રીએ ભૂટાનના મહામહિમ રાજા સાથે મુલાકાત કરી
March 22nd, 06:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થિમ્પુમાં ભૂટાનના મહામહિમ રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે મુલાકાત કરી. પારોથી થિમ્પુ સુધીના પ્રવાસ દરમિયાન લોકોએ તેમનું અભિવાદન કરતાં પ્રધાનમંત્રીએ તેમના અસાધારણ જાહેર સ્વાગત બદલ મહામહિમનો આભાર માન્યો હતો.પ્રધાનમંત્રી ભૂતાન પહોંચ્યા
March 22nd, 09:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22-23 માર્ચ 2024 સુધી ભૂતાનની રાજકીય યાત્રા અંતર્ગત આજે પારો પહોંચ્યા. આ મુલાકાત ભારત અને ભૂતાન વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાન-પ્રદાનની પરંપરા અને સરકારની નેબરહુડ ફર્સ્ટ પોલિસીને મહત્વ આપે છે.પ્રધાનમંત્રી ભૂટાનની મુલાકાતે (માર્ચ 21-22, 2024)
March 22nd, 08:06 am
મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ભૂટાનના રાજા મહામહિમ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને ભૂટાનના ચોથા રાજા મહામહિમ જિગ્મે સિંગ્યે વાંગચુક સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રી ભૂટાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી શેરિંગ તોબગે સાથે પણ વાતચીત કરશે.પ્રધાનમંત્રીએ ભૂતાનના રાજા, મહામહિમ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે મુલાકાત કરી
April 04th, 06:00 pm
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; 'ભૂતાનના રાજા મહામહિમ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે મુલાકાત કરીને આનંદ થયો. અમારી બેઠક ઉષ્માપૂર્ણ અને અર્થપૂર્ણ હતી. અમે અમારી ગાઢ મિત્રતા અને ભારત-ભૂતાન સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાના ડ્રુક ગ્યાલ્પોના વિઝનને ખૂબ મહત્વ આપીએ છીએ.