આસામના ગુવાહાટીમાં ઝુમોઇર બિનંદિની કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 24th, 06:40 pm
આસામના રાજ્યપાલ શ્રી લક્ષ્મણ પ્રસાદ આચાર્યજી, ગતિશીલ મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માજી, કેન્દ્ર સરકારમાં મારા સાથીદારો ડૉ. એસ. જયશંકર, સર્બાનંદ સોનોવાલ, ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાજી, અન્ય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, બધા કલાકાર મિત્રો અને આસામના મારા ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના ગુવાહાટીમાં ઝુમોઈર બિનાન્દિની કાર્યક્રમમાં ભાગ લીધો
February 24th, 06:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના ગુવાહાટીમાં ઝુમોઈર બિનાંદિની 2025 નામના મેગા ઝુમોઈર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં ઊર્જા, ઉત્સાહ અને ઉત્સાહથી ભરપૂર વાતાવરણ ઊભું થયું હતું. તેમણે ઝુમોઇરના તમામ કલાકારો દ્વારા કરવામાં આવેલી પ્રભાવશાળી તૈયારીઓની નોંધ લીધી હતી, જેમાં ચાના બગીચાઓની સુગંધ અને સુંદરતા પ્રતિબિંબિત થાય છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, જે રીતે ઝુમોઈર અને ચાના બગીચાના કલ્ચર સાથે લોકોનો વિશેષ સંબંધ છે, તેવી જ રીતે તેઓ પણ આ જ પ્રકારનો સંબંધ ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે ઝુમોઈર નૃત્ય કરતા આટલી મોટી સંખ્યામાં કલાકારો એક વિક્રમ સર્જશે. વર્ષ 2023માં આસામની તેમની મુલાકાતને યાદ કરીને જ્યારે બિહુ નૃત્યની રજૂઆત કરતા 11,000 કલાકારોને જોડીને રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. ત્યારે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ તેમના માટે અવિસ્મરણીય સ્મૃતિ હતી. તેમણે ઉમેર્યું હતું કે, તેઓ આ પ્રકારની રોમાંચક કામગીરીની અપેક્ષા રાખતા હતા. તેમણે આસામ સરકાર અને તેનાં મુખ્યમંત્રીને ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન કરવા બદલ અભિનંદન આપ્યાં હતાં. તેમણે નોંધ્યું હતું કે, આજનો દિવસ આસામ માટે ગર્વનો દિવસ છે, જેમાં ટી કોમ્યુનિટી અને આદિવાસી લોકો આ ઉજવણીમાં સહભાગી થયા છે. તેમણે આ ખાસ દિવસે દરેકને શુભકામનાઓ પાઠવી હતી.