પ્રધાનમંત્રી 23થી 25 ફેબ્રુઆરી સુધી મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાત લેશે

February 22nd, 02:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23થી 25 ફેબ્રુઆરી દરમિયાન મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાત લેશે. તેઓ 23 ફેબ્રુઆરીનાં રોજ મધ્યપ્રદેશનાં છતરપુર જિલ્લાની મુલાકાત લેશે અને બપોરે લગભગ 2 વાગે તેઓ બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી 24 ફેબ્રુઆરીનાં રોજ સવારે 10 વાગે ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદઘાટન કરશે. ત્યારબાદ તેઓ બિહારનાં ભાગલપુરની મુલાકાત લેશે અને બપોરે 2:15 વાગ્યે તેઓ પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો બહાર પાડશે તથા બિહારમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને લોકાર્પણ પણ કરશે. ઉપરાંત તેઓ ગુવાહાટીનો પ્રવાસ કરશે અને સાંજે 6 વાગ્યે તેઓ ઝુમોઇર બિનાંદિની (મેગા ઝુમોઇર) 2025 કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી 25 ફેબ્રુઆરીનાં રોજ સવારે 10:45 વાગ્યે એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2025નું ઉદઘાટન કરશે.